શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : રવિવાર, 3 જુલાઈ 2016 (12:03 IST)

ચોમાસામાં કપડા ધોતી વખતે આ વસ્તુઓનો કરો ઉપયોગ,નહી રહે ભેજ કે બેક્ટેરિયા

ચોમાસાની ઋતુમાં  કપડા ધોતી વખતે આ વસ્તુઓનો  કરો ઉપયોગ .... નહી રહે  ભીનાશ કે બેક્ટેરિયા  
ચોમાસુ  એટ્લે ભીના કપડા અને એમાંથી આવતી ગંધ . વરસાદની ઋતુમાં કપડામાંથી આવતી ગંધ અને બેકટેરિયાથી બચવા માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો. 

બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ સિરકાની જેમ  કપડામાં  દુર્ગધ હટાવવાનું  કામ કરે છે. વૉશિંગ મશીનમાં એક કપ બેકિંગ સોડા નાખો અને કપડાને સૌથી લાંબા સાઈકલ પર  ચાલાવો. શક્ય હોય તો ગરમ પાણીથી ધુવો . કપડા ધોયા પછી એમાં  થોડા ફેબ્રિક સોફ્ટનર નાખી દો. કપડા નવા જેવા થઈ જશે. 

સિરકાના ઉપયોગ 
સિરકા પ્રાકૃતિક રૂપે સંક્ર્મણ દૂર કરે છે અને ગંધ હટાવે છે. વાશિંગ મશીનમાં કપડા ધોતી વખતે વાશ ટબમાં એક કપ સિરકા નાખી દો. હવે વાશિંગ મશીનને સૌથી લાંબા સાઈકલ પર  ચાલાવો  સિરકા બેક્ટીરિયા સરળતાથી ખત્મ કરશે . જો તમે હાથથી કપડા ધોઈ રહ્યા છો , ત્યારે કપડાને થોડી વાર માટે સિરકા અને ડિટર્જેંટવાળા પાણીમાં પલાળીને મુકી દો. 
 

 
બ્લીચથી બચો. 
બ્લીચના ઉપયોગ - બ્લીચથી કપડાથી બેકેટીરિયા તો હટાવી દો. પણ આ એના રંગ અને ફેબ્રિકને નુકશાન પણ પહોચાડે છે. 

સારા ડિટ્ર્જેંટ કામમાં લો 
બજારમાં જુદા-જુદા ડિર્જેંટ કામ માટે ઉપલબ્ધ છે . એવા ડિર્જેંટ કામમાં લો જે ગહરા ડાઘ  માટે બન્યા હોય્ આ રીતના ડિટ્ર્જેંટમાં ગંધથી લડવા વાળી સામગ્રી હોય છે. ડિટ્ર્જેંટના ઓછામાં ઓછા પ્રયોગ કરો. 

જ્યારે તમારા કપડા વરસાદમાં પલળી જાય છે અને એમાથી ગંધ આવે છે તો  તમે લાગે છે કે ડિટ્ર્જેંટ વધારે નાખવું પડશે . પણ એવું કરવું કપડાને નુકશાન જ પહોંચાડે છે. વધારે ડિર્જેંટ નાખશો તો એ કપડામાં રહી જશે અને પછી નમી આવશે આથી વધારે ગંધ આવશે. 
હવામાં સુખાવો 
બહારની તાજી હવા કપડાને સુખાવશે સાથે એની ગંધ પણ દૂર કરશે.