શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 3 મે 2016 (11:34 IST)

દાદીમાનું વૈદુ - આટલા ઘરેલુ ઉપચારો અજમાવી જુઓ

માસિક સ્ત્રાવમાં  પીડા અને કષ્ટ થાય તો : 2 ચમચી અજમો, 2 કપ પાણીમાં નાખી ઉકાળો. 1 કપ બાકી રહે ત્યારે ગેસ પરથી ઉતારી લો. તેમા ગોળ મિક્સ કરી સવારે ખાલી પેટ ચા ની જેમ પીવું .આ ઉપાય દરરોજ સવારે-સાંજ 3 દિવસ સુધી કરવો જોઈએ. સામાન્ય રીતે 3 માસિક સ્ત્રાવ સુધીના સમય માટે આ ઉપાય પુરતો છે. પીરિયડ શરૂ થવાના 3 દિવસ પહેલાં આનો પ્રયોગ શરૂ કરવાથી માસિક સ્ત્રાવ ખુલીને આવે છે. 
 
પેટમાં ગેસની તકલીફ હોય તો : અજમા સાથે હરડ અને સંચળ લેવાથી પેટ ફૂલવું,પેટમાં દુ:ખાવો, ઓડકાર વગેરેમાં રાહત રહે છે.
 
હરસ : કેરીના નરમ પાંદડાને પાણી સાથે વાટી મિશ્રી (ખાંડ) મિકસ કરી પીવાથી હરસમાં લાભ થાય છે. લોહીયાળ  હરસમાં રક્તસ્ત્રાવ બંધ થાય છે.
 
રક્તસ્ત્રાવ : કેરીના ગોટલાની અંદરની ગિરીના પાવડર 1 ચમચી રોજ લેવાથી લોહિયાળ હરસ, પેટની કૃમિ દૂર થાય  છે.
 
વાળનું ખરવું : વડના પાંદડાને વાટી લો અને અળસીના તેલમાં ઉકાળો. પાંદડાનું પાણી બળી જાય ત્યારે તેલ ગાળીને મુકી રાખો.  આ તેલની  માલિશ કરવાથી થોડા દિવસમાં વાળ ખરતા અટકે છે અને ખરેલા વાળની જ્ગ્યાએ નવા વાળ આવશે.