બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 9 ડિસેમ્બર 2014 (13:58 IST)

ફ્રિજ છે તમારા ઘરનો ડોક્ટર

જો તમારા ઘરમાં તમે એકલા છો અને અચાનક ઈમરજેંસી આવી જાય અને પાસે કોઈ દવા નથી પણ ફ્રીજ તો છે ને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જા હા તમારા ફ્રીજમાં મુકેલી અનેક વસ્તુઓ કામની છે.. જાણો કેવી રીતે 
 
પફી આઈઝ હોય તો -  ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢો અને કોઈ પણ ટી બેગ ને તેમા  ડૂબાવીને થોડીવાર માટે આંખો પર મુકી દો. તેનાથી તમારી આંખો રિલેક્સ થશે અને પફીનેસ પણ ઓછી થશે. ટામેટા કે ખીરાનો રસ ફ્રીજ કરીને મુકો.  તેના ક્યુબ્સને આંખો પર ઘસો. તડકાને કારણે આખોમાં થનારી બળતારા શાંત થશે. 
 
માથાનો દુ:ખાવો થાય તો - જ્યારે તીવ્ર માથાનો દુ:ખાવો કે વધુ પડતો થાક કે તણાવથી થનારો માથાનો દુખાવાને દૂર કરવા માટે ડીપ ફ્રીજરમાંથી થોડા ફ્રોજન મટર કાઢો અને માથા પર 5-10 મિનિટ મુકી રાખો. આ ખૂબ સારો ફ્લેક્સિબલ અને બીજીવાર ઉપયોગમાં આવનારો આઈસ પૈક છે. મટરના આઈસ પૈકની ઠંડકથી તણાવને કારણે ફેલાયેલ રક્ત ધમનીઓ સંકોચાઈ જશે અને દુખાવો દૂર થશે.  
 
હેંગઓવરથી ગભરાશો નહી - રાત્રે ખૂબ જોરદાર પાર્ટીનુ પરિણામ એ થયુ કે સવારે પતિદેવને જોરદાર હૈગઓવર થઈ ગયુ. તેમની સાથે ઝગડો કરવાને બદલે 1 ચમચી મધ ખવડાવી દો. સારુ અનુભવશે.  મધ ન હોય તો કોઈપણ ફ્રુટ જ્યુસ પીવડાવી દો. ફ્રૂક્ટોઝ શરીરમાં રહેલા આલ્કોહોલની અસર ઓછી કરવામાં મદદ કરશે. 
 
સનબર્ન થાય તો - સનબર્ન થાય તો પાર્લરમાં જઈને મોંઘા સ્ક્રબ કરાવતા પહેલા ફ્રિજમાં મુકેલ દહી અને કાચુ દૂધ ટ્રાઈ કરો. સ્કિનના રૈશેઝ ઓછા થશે. આ બંને વસ્તુઓ જો તમે ગરમીમાં રોજ લગાવશો તો ત્વચા ખીલી જશે. પાકેલા પપૈયાનો ગુદો પણ ઠંડક પહોંચાડે છે.