ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

બાવળના ફાયદા

N.D
ુકી ઉધરસ : બાવળના ગુંદરનો નાનો ટુકડો મોઢામાં રાખીને ચુસવાની ઉધરસમાં આરામ મળશે.

વધારે પરસેવો : શરીરમાં વધારે પરસેવો થતો હોય તો બાવળના પાનને પીસીને શરીર પર મસળો. ત્યાર બાદ નાની હરડેનું પીસેલુ ચુર્ણ ભભુતિની જેમ આખા શરીર પર લગાવીને મસળો અને પછી સ્નાન કરો. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી પરસેવો આવતો બંધ થઈ જશે.

લોહીનો સ્ત્રાવ : બાવળના ગુંદરને ઘી માં શેકીને પીસી લો. ગુંદરની બરાબર માત્રામાં સાચા સોના ઘઉં લઈને દળીને ત્રણ વખત ચાળીને શીશીમાં ભરી લો. માસિક ઋતુ સ્ત્રાવ વખતે સવાર-સાંજ એક એક મોટો ચમચો ચુર્ણ તાજા પાણીની સાથે લેવાથી લોહીનો વધારે પડતો સ્ત્રાવ થતો બંધ થઈ જાય છે.