ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 1

- કડવા રસવાળા પદાર્થ જેવા કે કારેલા અરૂચિકર હોવા છતાં પણ અરૂચિને દૂર કરે છે. કારેલા ભુખને વધારનાર અને ભોજનને પચાવનાર તેમજ અરૂચિ નાશક છે. કારેલાના શાકમાં ઓછુ તેલ અને ઓછુ મરચું મીઠું નાંખીને બનાવડાવો. યાદ રાખો કે તેને વધારે પડતું ચઢવવું નહિ. કારેલાનું આવું શાક દરરોજ ખાવાથી અરૂચિ, આફરો, કબજીયાત વગેરે જેવા વિકારો દૂર થાય છે.

- 60 ગ્રામ ધાણા, 250 ગ્રામ કાળા મરીને એકદમ ઝીણા કરીને તેનું ચુર્ણ બનાવીને ભરી લો. ભોજન પછી આને 3 ગ્રામની માત્રામાં લેવાથી અરૂચિ દૂર થાય છે. જેમનું પાચન સારૂ ન હોય, જઠરમાં આહાર ઓછા સમય સુધી રહેતો હોય અને ઝડપથી શૌચ જવું પડતું હોય તેમને માટે આ ઔષધિ અમૃત સમાન છે.

- ફુદીનાના રસમાં ખાંડ ભેળવીને પીવાથી તરસ, બળતરા, અરૂચિ, યકૃત-વિકાસ તેમજ પીડિયા જેવી બિમારીઓ દૂર થાય છે.