ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હળદરના ઉપાયો

N.D
તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ રજોનિવૃત્તિ બાદ હોર્મોન રિપ્લેસમેંટ લેનાર મહિલાઓ જો દરરોજ હળદરનું સેવન કરે તો તેમનામાં કેંસરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. એક અન્ય શોધમાં પણ આ વાત સામે આવી છે કે હળદર જાડાપણું ઘટાડવા માટે ઉત્તમ છે. હળદરમાં રહેલ કરક્યુમિન નામનું રસાયણ શરીરમાં ઝડપથી મળી જાય છે. આ શરીરની અંદર વસાવાળા ટીશુને વધવા નથી દેતું. હળદરમાં દર્દનિવારક ગુણ પણ છે. જો શરીરમાં દુ:ખાવો થતો હોય તો હળદરને દૂધની સાથે લેવાથી ફાયદો થાય છે. જો સાંધામાં દુ:ખાવો થતો હોય તો હળદરનો લેપ કરવો. હાડકું ભાંગી ગયું હોય, મોચ આવી ગઈ હોય તો હળદરને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી રાહત મળે છે. ગળાના દુ:ખાવામાં કાચી હળદરને આદુની સાથે પીસીને ગોળ ભેળવીને ગરમ કરી તેનું સેવન કરવાથી લાભ થાય છે.