ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 6 ઑગસ્ટ 2014 (17:05 IST)

હીંગથી કરો ઘરેલૂ ઉપચાર

*દાંતમાં કીડા પડી ગયા હોય તો રાતે દાંતમાં હીંગ ભરી દો .કીડા જાતે જ બહાર નીકળી જશે. 
 
*જો શરીરના કોઈ ભાગમાં કાંટો વાગી ગયો હોય તો તે જગ્યા પર હીંગને પાણીમાં ઓગાળી તેનો લેપ લગાવી દો. થોડા સમયમાં કાંટો આપમેળે નિકળી જશે. 
 
*અફીણની અસરને ઓછી કરવામાં  હીંગ મદદ કરે છે. તેથી તેને વિષહરણી ઔષધિ કહેવાય છે. 
 
*હીંગનો લેપ બવાસીર ,તલમાં લાભપ્રદ છે. 
 
*ત્વચા રોગ જેમ કે દાદ- ખંજવાળ અને બીજા ચામડીના રોગોમાં એનું  પાણી તે જ્ગ્યા પર લગાવવાથી લાભ થાય છે. 
 
*નાના બાળકોને સંડાસ ન  આવે તો હિંગ પાણીમાં ઓગાળીને નાભિમાં લગાવી દો તરત જ લાભ થશે. 
 
*પેટમાં કીડા થયા હોય તો હીંગને પાણીમાં ઘોળી એનું એનિમા લેવાથી પેટના કીડા શીઘ્ર નિકળી જાય છે. 
 
*હીંગનો પ્રયોગ દાળ અને કઢીમાં કરવાથી પાચન ક્રિયા સરળ બને છે. 
 
*સૂકી હીંગને ગેસ પર શેકીને ખાવાથી પેટની ગેસ અને કફ જેવા રોગોથી રાહત મળે છે.
 
*નાના બાળકોને ગળામાં તકલીફ થતી હોય અથવા તો ગળુ દુખતું હોય તો થોડી હીંગને વાટીને સરસવના તેલમાં ભેળવીને તેનો લેપ કરવાથી રાહત રહે છે.