શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : કેંસ્રર બીપી અને હ્રદયરોગથી બચાવતું મશરૂમ

P.R
જો તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા ઇચ્છતા હોવ તો તમારી થાળીમાં મશરૂમનો સમાવેશ અચૂક કરો. મશરૂમમાં રહેલા પૌષ્ટિક તત્વોને કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતો તેના સેવનની ભલામણ કરતા હોય છે. મશરૂમમાં ઉપયોગી મિનરલ્સ જેવા કે પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના તમામ ઉપયોગી પ્રોટીન હોય છે જે આપણા શરીરને હૃદયરોગ અને કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.

શા માટે ફાયદાકારક? : તાજા સંશોધનો અનુસાર નિયમિત મશરૂમનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન ઓછું થઇ જાય છે અને તંદુરસ્ત કોલેસ્ટ્રોલ અને હાઈડેન્સિટી લાઇપોપ્રોટીનની માત્રા વધી જાય છે. લીવર, હૃદય અને માંસપેશીઓમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં તેની મહત્વની ભૂમિકા હોય છે.

એટલું જ નહીં જો તમે બ્લડ પ્રેશરની બીમારીથી પરેશાન છો તો મશરૂમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં અને લોહીની નળીઓમાં લોહીના સંચારને નુકસાન પહોંચાડનારા પ્લાકની સંખ્યા ઘટાડવામાં પણ મદદ મળે છે. તે માત્ર એક નહીં પણ અનેક બીમારીઓને જડમાંથી દૂર કરવામાં કારગર છે.

હૃદયરોગ દૂર કરે : તેમાં એટલી શક્તિ હોય છે કે હૃદયરોગની સંભાવનાને પણ ઓછી કરી દે છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો મશરૂમની ખેતી કરે છે તેમનામાં પણ અન્યની સરખામણીએ કેન્સરની સંભાવના ઓછી હોય છે. નિયમિતરૂપે મશરૂમ ખાવાથી ઉદરનું કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.