ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ડાયાબીટિસથી બચવા માટે આટલુ કરો

P.R
હૃદયરોગ અને ડાયાબીટિઝ જેવા રોગોથી બચવા માટે સાદો અને સ્વાસ્થ્યવર્ધક આહાર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તમે એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર કેળા, સફરજન વગેરે સાદો અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લો છો તો તમને આ રોગો થવાનું જોખમ ટળી શકે છે.

સંશોધકોએ જાણ્યું કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર આહાર લેનારા લોકોમાં હૃદયરોગનું જોખમ તો ઓછું થાય જ છે સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

'ડેલી એક્સપ્રેસ'માં આવેલા સમાચાર અનુસાર એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં નુકસાનકારક મૉલેકયૂલ(નાનામાં નાના કણ) સામે લડવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઈસ્ટ એન્ગ્લિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક વર્ષ સુધી આ અંગેનો અભ્યાસ કરાય બાદ આ આકલન સામે આવ્યું છે.