શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

હેલ્થ કેર : ડાયેટિંગ કરવા છતાં વજન ન ઘટવાના કારણો

એ વાત સાચી છે કે વજન ઓછું કરવા માટે મોટાભાગના લોકો ડાયટિંગનો સહારો લે છે. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે મોટાભાગના લોકો ડાયટિંગ પર લાંબા સમય સુધી ટકી શકતા નથી. પરિણામે તેમનું વજન ફરી વધી જાય છે અને કેટલાંક તો વળી પહેલા કરતા પણ વધુ જાડા થઇ જાય છે. શું તમે વિચાર્યું છે કે આખરે આવું શા માટે થાય છે? ચાલો, અમે તમને જણાવી દઇએ કે આખરે ડાયટિંગની તમારી તમામ કોશિશો શા માટે અસફળ રહે છે.

ડાયટિંગના પ્રયાસો અસફળ રહેવાના કારણો -

1. પોતાની જાતને ભૂખી રાખવી - ડાયટિંગમાં તમે તમારી જાતને ભૂખી રાખો છો અને તમારું ભોજન વચ્ચે છોડી-છોડીને ખાઓ છો. જેના કારણે સમયસરનું ભોજન છોડ્યા બાદ તમે બીજા સમયે જરૂરિયાત કરતા વધુ ખાઇ લો છો. આનાથી વજન ઘટવાની જગ્યાએ વધી જાય છે.

2. ભોજન સારી રીતે ચાવવું નહીં - ભોજનને સારી રીતે ચાવીને ખાઓ અને વજન ઘટાડો. જી હા, તમે ભોજનને જેટલું ચાવીને ખાશો, મગજમાંથી ખાવાનું પચાવનારા રસનો સ્રાવ એટલો જ વધુ થશે. આનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહેવાનો અહેસાસ થશે અને સાથે તમે વચ્ચે-વચ્ચે નાસ્તો ખાવાની ટેવથી પણ બચશો.

3. મિત્રો સાથે ખાવું - જાણકારોનું કહેવું છે કે તમારા લાલચુ મિત્રો સાથે ભોજન ન કરશો. કારણ કે ભોજનની માત્રા માત્ર ખાવાથી જ નહીં પણ કોની સાથે ખાવામાં આવી રહ્યું છે તેની સાથે પણ જોડાયેલી છે. માટે જ જ્યારે તમે ડાયટિંગ પર હોવ ત્યારે આવા મિત્રો સાથે ખાવા બેસવાથી તમારું મન પણ વધુ ખાવા માટે લલચાઇ જાય છે અને યોગ્ય ડાયટ ફોલો નહીં કરાતા તમારું વજન ઘટતું નથી.

4. પૂરતી ઊંઘ ન લેવી - ઓછું ઊંઘવાથી પણ વજન વધે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે ઓછું ઊંઘવાથી વજન વધારવા માટે જવાબદાર જીન સક્રિય બની જાય છે પરિણામે સ્થૂળતા વધવા લાગે છે. માટે 24 કલાકમાં સાતથી આઠ કલાક ઊંઘવુ જોઇએ. આઠ કલાક ઊંઘવાથી આ જીન્સની સક્રિયતાનું જોખમ ઓછું થઇ જાય છે.

5. નાસ્તા પર જરૂરી ધ્યાન ન આપવું - નાસ્તો એ આપણા આખા દિવસના ભોજનનો મૂળ આધાર હોય છે. નાસ્તો વજન તો ઓછું કરે જ છે સાથે ડાયાબીટિઝને પણ કન્ટ્રોલ કરે છે.

6. દૂધવાળી ચા પીવી - ચામાં થેફલેવિન્સ રહેલા હોય છે જે ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. પણ ચામાં દૂધને બદલે તેની અસર ઓછી થઇ જાય છે. માટે વગર દૂધની અને ખાંડ વગરની ચા પીવી જોઇએ.

7. વ્યંજનવાળા પુસ્તકો વાંચવા - વ્યંજનોવાળા પુસ્તકોમાં ખાવા-પીવાની વસ્તુઓ વાંચવાનું ટાળવું જોઇએ કારણ કે જ્યારે તમે સ્વાદિષ્ટ વ્યંજનનોની તસવીર પણ નિહાળી લો છો ત્યારે તમારું ભૂખ અને વધુ ચરબીવાળા ભોજન તરફનું વલણ વધે છે.

8. દહીં અને અખરોટ ખાઓ - નિયમિત રૂપે દહીં અને અખરોટના સેવનથી વજન ઓછું કરી શકાય છે. એક સંશોધન અનુસાર દિવસમાં ત્રણ વખત દહીં ખાવાથી શરીરમાં જમા કેલરી 22 ટકા અને વજન 61 ટકા ઓછું થઇ જાય છે.

9. આયના સામે ખાઓ - આયના સામે બેસીને ખાવાથી તમારી નજર ડાયટ પર રહે છે. મગજમાં સતત એ ચાલતું રહે છે કે ઓછું ખાવાનું છે. આ રીતે થાવાથી તમે અંદાજે 1/3 ભોજન ઓછું લો છો અને વજન ઓછું થાય છે.

10. યોગની અસર ઓછી - દિવસમાં 50 મિનિટ યોગ કરવાથી 144 કેલરી બર્ન થાય છે અને પાવર યોગથી માત્ર 237. આને બદલે તમે એરોબિક્સ કે અન્ય કસરતોથી બહુ ઓછા સમયમાં વધુ વજન ઘટાડી શકો છો.

આ બધા ઉપાયો દ્વારા તમારા ડાયટિંગની અસફળ થતી કોશિશો સફળ થઇ શકે છે, માત્ર પૂરતા પ્રયાસોની જરૂર હોય છે.