શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ ટિપ્સ : ટામેટાના ગુણ, જુવાનીને જવા ન દેવી હોય તો ટામેટા ખાવ

P.R
ટામેટા ખાવાથી ચામડીની ચમક વધે છે. જુવાની જળવાઈ રહે છે. તેમજ મેદ ઘટે છે. કાચા સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે ટમેટાનું સેવન શરીર માટે ફાયદા કારક છે. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે. તેવું તાજેતરના સર્વે દ્વારા જાણવા મળે છે

ટામેટામાં પોષક તત્ત્વો પુશ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. તે અગ્નીમાંદ્ય, ઉદરશુળ, મેદવૃદ્ધી, રક્તવીકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજ્વરને દુર કરે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.


P.R
- પાકાં ટામેટાંનો એક કપ રસ અથવા સુપ રોજ એકાદ વાર લેવાથી અંતરડામાં જામેલો-સુકાયેલો મળ છુટો પડી જુની કબજીયાત મટે છે.

- ટામેટામાં રહેલું લાયકોપેન નામનું પીગ્મેન્ટ ફ્રી રૅડીકલ્સ દ્વારા થતા જોખમને ઓછું કરી અમુક કૅન્સરને વધતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કૅન્સર સામે વધુમાં વધુ ફાયદો મળે છે. લાયકોપેન ચરબીમાં દ્રાવ્ય છે આથી સલાડમાં (કાચાં) ખાવા કરતાં થોડા તેલ કે ઘીમાં રાંધેલાં ટામેટાં રોગ સામે વધુ રક્ષણ આપે છે.

- ટામેટામાં બહુ જ ઓછી કૅલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખુબ ઉપયોગી છે.

- વાત-કફ પ્રકૃતીવાળા માટે ટામેટાં ખુબ ફાયદાકારક છે.

- ઉલટી થવાથી શરીરમાં પોટેશીયમ, કેલ્શીયમ અને સોડીયમની માત્રા ઘટી જાય છે અને આથી થાક લાગે છે. ટામેટાનો રસ આ તત્ત્વોની ઉણપ પુરી કરે છે.

- રાત્રે વધુ પડતો દારુ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દુર થાય છે.

- ટામેટાં ખાદ્યચીજોનો સ્વાદ વધારવાની સાથોસાથ મગજનું પણ ધ્યાન રાખે છે. એક અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ટામેટાં ખાવાથી બ્રેન હેમરેજની અસર ઓછી થાય છે. ફિનલેંન્ડમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે ટામેટાં ખાનાર શોખિનોને સ્ટ્રોક એટલે કે બ્રેન હેમરેજથી ડરવાની જરૂર નથી.