બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (13:04 IST)

શુ તમે પણ દૂધને ફ્રીજમાં આ રીતે મુકો છો... તો જરૂર વાંચો

ઘરમાં ખાવાની અનેક વસ્તુઓ આપણે ફ્રીજમાં મુકીએ છીએ. જેથી તે ખરાબ ન થાય. અનેક લોકો ફ્રિજમાં કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ ક્યાય પણ મુકી દે છે. પણ આ ખોટુ છે.   ખાવાની વસ્તુઓને બેક્ટેરિયાથી બચાવી રાખવા માટે જરૂરી છે કે તેમને યોગ્ય રીતે ફ્રીજમાં મુકવામાં આવે. આ જ રીતે અનેક લોકો દૂધને ફ્રિજમાં ખોટી રીતે મુકે છે. આજે અમે તમને બતાવીએ કે દૂધને ફ્રિજમાં મુકવાની સાચી રીત કઈ છે ?
 
આપણે મોટાભાગે દૂધના વાસણને ફ્રિજમાં સૌથી ઉપરવાળા શેલ્ફમાં મુકીએ છીએ.. પણ તે ખોટુ છે. શેફ ડેનિયલ નોર્ટને જણાવ્યુ કે ફ્રિજના દરેક સ્થાન પર એક જેવુ તાપમન નથી હોતુ. ફ્રિજમાં સૌથી ઉપરની શેલ્ફ થોડી ગરમ હોય છે. આવામાં અહી દૂધ અને રૉ મીટ ન મુકવા જોઈએ. દૂધને હંમેશા ફ્રિજમાં નીચેના શેલ્ફમાં મુકવી જોઈએ. આ રીતે બેક્ટેરિયા વધવાનુ જોખમ ઓછુ થાય છે. આ સાથે જ બટાકાને ક્યારેય ફ્રિજમાં ન મુકશો. કારણ કે ઠંડુ તાપમાન બટાકામાં રહેલ સ્ટાર્ચને શુગરમાં પરિવર્તિત કરે છે.  જો તમે તેને બેક્ડ કરીને ફ્રિજમાં મુકો છો તો આ શુગર એમિના એસિડ સાથે મિક્સ થઈને કેમિકલ એક્રિલામાઈડ પ્રોડ્યૂસ કરે છે જે હેલ્થ માટે હાનિકારક હોય છે.