બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

દરેક મહિલાએ યાદ રાખવી જોઈએ આ Home Tips

દરેક મહિલાને ઘરના કામ-કાજ કરવા પડે છે.  અનેક કામ માટે ઘરમાં મેડ લગાવેલી હોય છે. પણ મોટાભાગના ઘરમાં રસોઈનુ દરેક કામ સ્ત્રીઓ જાતે જ કરે છે.  અનેકવાર ઉતાવળમાં દૂધ ઉકળી જાય છે તો ખૂબ મુશ્કેલી ઉભી થાય છે. આવી જ અનેક પ્રકારની નાની-મોટી પરેશાનીઓ છે જેને ઓછી કરવા માટે આ કિચન ટિપ્સ તમારા કામ લાગશે. 
 
- દાળ કે શાકને વઘાર લગાવતી વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય એ માટે તેમા થોડી ખાંડ મિક્સ કરી લો. જેનાથી ડુંગળી સારી રીતે અને જલ્દી ફ્રાઈ થશે. 
 
- દૂધને જે તપેલામાં ગરમ કરવાનુ હોય તેના કિનારે માખણ લગાવી દો. જેનાથી દૂધ ઉકળીને તપેલીની બહાર નહી નીકળે. 
 
- મોટાભાગે ભીંડાનુ શાક બનાવતી વખતે તેમા ચિકાશ આવી જાય છે. આ માટે તેમા થોડો લીંબુનો રસ કે આમચૂર પાવડર મિક્સ કરી દો. 
 
- ગરમીમાં કીડીઓને કારણે ખૂબ મુશ્કેલી આવે છે. આવામાં ટ્યૂબલાઈટની પાસે ડુંગળીની 1-2 ગાંઠ લટકાવી દો. 
 
- પકોડા બનાવવા માટે ખૂબ તેલનો ઉપયોગ થાય છે. આ માટે બેસનના ખીરામાં 1 લીંબૂનો રસ મિક્સ કરી દો. જેનાથી તેલ ઓછુ લાગશે અને પકોડા પણ સ્વાદિષ્ટ બનશે.