શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (17:25 IST)

આ દિવાળીમાં વૉલપેપરથી તમારા ઘરને આપો ડિફરેંટ લુક...

તહેવારના સીઝનમાં લોકો પોતાના ઘરને કલર કરાવે છે તેને નવુ લુક આપે છે. માર્કેટમાંથી વિવિધ પ્રકારનો ડેકોરેશનનો સામાન લાવે છે. તમે તમારા ઘરની દીવાલોને પણ નવુ લુક આપો છો.  પણ જો પેટિંગ વગર ઓછા સમયમાં જ દીવાલોને સજાવવા માંગો છો તો વૉલપેપર સૌથી સારુ ઓપ્શન છે.  તેનાથી તમે તમારા ડ્રીમને મનપસંદ લુક આપી શકો છો. આજે અમે તમને વોલપેપરની નવી નવી ડિઝાઈંસ વિશે બતાવીશુ જેનાથી તમે તમારા ઘરની દિવાલો સજાવી શકો છો. 
 
1. કુલ લુક - જો તમે તમારા લિવિંગ રૂપને કુલ લુક આપવા માંગો છો તો બ્રાઈટ કલરની વૉલકવરિંગ યૂઝ કરે. તેનાથી આંખોને સુકુન મળશે જ સાથે જ રૂમ પણ ફ્રેશ ફ્રેશ લાગશે.  તમારા લિવિંગ રૂમની દીવાલો માટે વ્હાઈટ, લાઈટ બ્લૂ, ઓલિવ ગ્રીન, લેમન યલો જેવા વોલપેપર લગાવો.  હોમ ડેકોરની વસ્તુઓ માટે લાઈટ કલરનો પ્રયોગ કરો. 
 
2. રોમાંટિક લુક - તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે બેડરૂમને રેડ પિંક જેવા રોમાંટિક કલરના વોલપેપરથી સજાવો. બેડરૂમમાં ઘણુ બધુ ફર્નિચર ન મુકો. ફર્નીચર સાથે મેચ કરતા પડદાં, બેડશીટ યૂઝ કરો. 
 
3. ક્લાસી લુક - ઘરને ક્લાસી લુક આપવા માટે વુડન કલરના વોલપેપર સિલેક્ટ કરો. તમને માર્કેટમાં વુડન શેડના વોલપેપરની ઢગલો વેરાયટી મળી જશે.  રૂમની એક દીવાલને વુડન વોલપેપર અને બાકી દીવાલોને બેઝ, ગ્રે જેવા ક્લાસી કલરથી પેંટ કરાવો. સાથે જ બ્લેક એંડ વ્હાઈટ કલરનુ ફર્નીચર મુકો. 
4. આર્ટિસ્ટ લુક - જો તમને હોમ ડેકોરમાં પણ એક્સપેરિમેંટ કરવુ પસંદ છે તો કલરફુલ આર્ટિસ્ટિક વૉલપેપરથી દીવાલોને સજાવો. દીવાલોને  આર્ટિસ્ટિક ટચ આપવા માટે ફ્લાવર, લીવ્સ વગેરે ડિઝાઈનવાળા વોલપેપરનો ઉપયોગ કરો.