ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

home tips- ઘરની સફાઈને લગતી થોડીક ટીપ્સ

* તમારૂ ઘર ખુબ જ સુંદર હોય પરંતુ દરેક ખુણામાં જો કરોળીયાના ઝાળા દેખાતા હોય તો ગમે તેવું ઘર સારૂ હશે તો પણ ખરાબ લાગશે. એક લાંબી સાવરણી કે વેક્યુમ ક્લીનર લઈને તેનો સફાયો કરી દો. આ કામ એક અઠવાડિયામાં એક વખત કરશો તો પણ ચાલશે.

* જેવી રીતે તમે અન્ય વસ્તુઓ પર લાગેલી ધૂળ સાફ કરો છો તેવી જ રીતે તમારે બલ્બ અને ટ્યુબલાઈટને પણ ભીના કપડા વડે સાફ કરવા જોઈએ. આનાથી વધારે પ્રકાશ પણ મળશે અને તે લાંબા સમય સુધી પણ ચાલશે. આની આજુબાજુ કરોળીયા પોતાના ઝાળા ન બનાવી લે તેનું ધ્યાન રાખવું.

* ઘરમાં પોતુ કરતી વખતે યુ ડી કોલેનના બે ટીંપા નાંખી દો તેનાથી આખો દિવસ તાજગીભર્યો અનુભવ રહે છે. જો તમે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ સારૂ.

* જો નીચેનું તળીયું માર્બલનું હોય તો તેની પરના ડાઘને દૂર કરવા માટે ટુથપેસ્ટ ઘસો અને તેને સુકાવા દો ત્યાર બાદ તેને ધોઈ લો.