શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (17:50 IST)

Home Tips - ખૂબ કામના છે આ નાના-નાના ટિપ્સ

એવુ કહેવાય છે કે કોઈના ઘરની સાફ-સફાઈ જોવી હોય તો આખુ ઘર ફરવાની જરૂર નથી. રસોડાને જોઈને જ એ ઘર વિશે બધુ જ ખબર પડી જાય છે.   રસોડા સાથે જ ઘરના સભ્યોનુ સ્વાસ્થ્ય જોડાયુ છે.  સ્ત્રીઓને કિચન ઉપરાંત ઘરના બાકી કામો તરફ પણ ધ્યાન આપવુ પડે છે.  આજે અમે તમને આવા કેટલાક સ્માર્ટ ટિપ્સ બતાવી રહ્યા છે જેનાથી તમને ઘરના કામમાં સરળતા પડશે. 
 
1. રસોડામાં તેલ કે ઘી પડી જાય તો તેના પર બ્લીચિંગ પાવડર નાખી દો. તેને બ્રશ સાથે હળવા હાથે રગડીને સાફ કરો. ફર્શ ચમકી જશે અને ચિકાશ ખતમ થઈ જશે. 
2. નૂડલ્સ, મૈકરોની કે પાસ્તા ઉકાળ્યા પછી તેને ઠંડા પાણીમાં નાખીને ધુવો. તેને કારણે આ ચોટે નહી. 
3. મિક્સર કે બ્લેડ ઝડપી કરવા માટે મહિનામાં 1 વાર તેમા મીઠુ નાખીને ચલાવો ઘાર તેજ થશે. 
4. રસોડામાં ખાંડના ડબ્બા પર કીડીઓ થઈ જાય તો ડબ્બામાં 6-7 લવિંગ નાખી દો. તેનાથી કીડીઓ નાસી જશે. 
5. કેક બનાવી રહ્યા છો તો 1 ચમચી ખાંડને સોનેરી થતા સુધી પકાવો અને તેને કેકના મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી લો.  આનાથી કેકનો રંગ સારો આવશે. 
6. લીંબૂ પડ્યા પડ્યા સુકાય ગયા હોય તો તેનો ઉપયોગ કરવાના 5 મિનિટ પહેલા ગરમ પાણીમાં ડુબાડી રાખો 
7. ફર્શ ગંદી લાગી રહી હોય તો પાણીમાં 1 કપ સિરકા નાખીને સાફ કરવાથી તે ચમકી જશે. 
8. દાળ બનાવતી વખતે તેમા 1 ચપટી હળદર અને 2 ટીપા બદામનુ તેલ નાખી દો. તેનાથી દાળ સ્વાદિષ્ટ બનશે. 
9. રાત્રે ચણા પલાળવાનુ ભૂલી જાવ તો સવારે તેને બનાવવાના એક કલાક પહેલા ઉકળતા પાણીમાં પલાળી મુકો. 
10. મરચાના ડબ્બામાં થોડીક હિંગ નાખી દો.  તેનાથી મરચુ જલ્દી ખરાબ નહી થાય.