ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (17:56 IST)

ઘરની શોભા - ફર્નીચર લેતા પહેલા આટલુ ધ્યાન રાખો

અનેક લોકો ઘરનુ ફર્નીચર ખરીદતી વખતે ફક્ત ફર્નીચરની સુંદરતા પર જ ધ્યાન આપે છે અને ફર્નીચર ખરીદીને ઘરે લઈ આવે છે. પણ આવુ કરવુ એકદમ ખોટુ છે કારણ કે ફર્નીચર ખરીદતી વખતે ફક્ત ફર્નીચરની સુંદરતા જ નહી પણ અનેક વાતોનુ પણ ધ્યાન રાખવુ પડે છે જેવુ કે ઘરમાં ફર્નીચર મુકવાના સ્થાનની પસંદગી કરવી અને ફર્નીચરના સાઈઝ અને શેપનું ધ્યાન રાખવુ અને ફર્નીચર લાકડીનું ખરીદવાનું છે કે સ્ટીલનુ અને કયુ ફર્નીચર તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. ઘરનુ ફર્નીચર ખરીદતી વખતે ધ્યાન રાખો આ વાતો. 
 
ફર્નીચરને તપાસો - ઘરનું ફર્નીચર કોઈ એવી વસ્તુ નથી જેને દર મહિને બદલી નાખવામાં આવે તેથી ફર્નીચર ખરીદતી વખતે 
ફર્નીચર ભલે લાકડીનું હોય કે સ્ટીલનુ સારી રીતે ચકાસી લો અને એ વાતનું પણ ધ્યાન રાખો કે લાકડી યોગ્ય રીતે લાગેલી છે કે 
નહી લાકડી પર કોઈ ઉધઈ તો નથી લાગીને. 
 
ફર્નીચરની પૉલિશિંગ પર ધ્યાન આપો - ફર્નીચર ખરીદતી વખતે તેની પૉલિશિંગ પર ધ્યાન આપો અને એ પણ ધ્યાન આપો કે આવુ ફર્નીચર તમારા ઘરની શોભા વધારી શકે છે કે નહી અને ઘરના પેઈંટ સાથે મેચ થાય છે કે નહી. 
 
કુશન - કુશન ખૂબ નરમ હોવાની સાથે સાથે આરામદાયક અને સુંદર હોવા જોઈએ અને તેમા ઉપયોગમાં લેવાતા રૂ પર પણ ધ્યાન આપો. 
 
સ્થાન મુજબ ખરીદો ફર્નીચર - ફર્નીચર ખરીદતી વખતે પહેલુ કામ એ હોવુ જોઈએ કે તમે ઘરમાં તેને કયા સ્થાન પર મુકવાના છો અને ધ્યાન રાખવુ જોઈએ કે તમે જે સ્થાન માટે તેને ખરીદી રહ્યા છો ત્યા તે ફીટ બેસશે કે નહી અને તેના મુકવાથી ત્યા આવવા-જવા તો તકલીફ નહી પડે ને વગેરે.. 
 
ફર્નીચર પર લાગેલ સામાનને પણ તપાસો - ફર્નીચરની પસંદગી કર્યા પછી તેના ઉપર લાગેલા નટ, સ્ક્રૂ અને બોલ્ટ પણ સારી રીતે ચેક કરો અને તેના પર કરવામાં આવેલ પોલિશ પર પણ ધ્યાન આપો. 
 
યોગ્ય સ્થાન પર  મુકો - ફર્નીચર ખરીદવા પછી તેને યોગ્ય સ્થાન પર મુકવુ ખૂબ જરૂરી છે અને ફર્નીચરને તાપથી પણ બચાવવુ જોઈએ જેથી તેની પૉલિશિંગને ખરાબ ન થાય.