શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 7 જુલાઈ 2017 (15:37 IST)

Home Tips - 2 મિનિટમાં ચમકશે નૉન-સ્ટિક તવો અને પૈન, અપનાવો આ ટિપ્સ

તવા રસોઈનો સૌથી ઈમ્પોટેંટ પાર્ટ છે. નૉનસ્ટિક તવા આવતા પહેલા લોખંડના તવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો તે બળી પઞતો તો ઈંટના ટુકડાથી કે રાખથી સહેલાઈથી સાફ કરી દેવામાં આવતો હતો.  પણ નૉનસ્ટિક તવાઅને ઈંટના ટુકડા કે રાખથી સાફ કરી શકાતો નથી. જાણો 2 મિનિટમાં બળેલો નૉન સ્ટિક તવો કે પૈન કેવી રીતે સાફ કરશો. 
 
ટિપ્સ 
 
- સૌ પહેલા નૉન સ્ટિક તવા કે પેનને ગેસ પર મુકીને ઑન કરી લો. 
- હવે તેમા અડધો કપ સિરકા નાખીને તેમા અડધો કપ  પાણી નાખી દો. 
- હવે તેમા ઘર પર મુકેલો કોઈપણ ડિટરજંટ પાવડર નાખી દો. 
- જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય તો લાકડીની ચમચી પાણીમાં નાખીને હલાવો જેથી બધી ચિકાશ નીકળી જાય. 
- હવે ગેસ બંધ કરીને પાણી ફેંકી દો. 
- પછી વાસણ ધોવાના જેલ ની બે ટીપા નાખીને સ્ક્રબરથી હળવા હાથે સાફ કરી લો. 
- હવે તેને પાણીથી ધોઈ લો. નૉન સ્ટિક તવો અને પૈન ચમકી જશે. 
 
સૂચના - યાદ રાખો કે નોનસ્ટિક વાસણને ક્યારેય પણ સ્ટીલના સ્ક્રબરથી સાફ કરશો નહી.