શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (13:40 IST)

કિચનના જૂના સ્ટીલના વાસણો ચમકાવવા છે તો અપનાવો આ ટિપ્સ

રસોડામાં અનેક વાસણો એવા હોય છે જે સમય પહેલા જ પોતાની ચમક છોડી દે છે અને જૂના જેવા દેખાવવા માંડે છે. આવા વાસણોને ચમકાવવા અને નવા જેવા કરવા માટે અહી અમે તમને કેટલીક ટિસ્પ આપી રહ્યા છીએ... 
 
ટિપ્સ 
 
- ડુંગળીનો રસ અને સિરકા બરાબર પ્રમાણમાં લઈને સ્ટીલના વાસણો પર રગડવાથી વાસણો ચમકવા માંડે છે. 
- વાસણો પર જામેલ મેલને સાફ કરવા માટે પાણીમાં થોડો સોડા અને લીંબૂનો રસ નાખીને ઉકાળવાથી મેલ છૂટી જાય છે. 
- પીત્તળના વાસણો સાફ કરવા માટે લીંબૂને અડધુ કાપી લો અને તેના પર મીઠુ નાખીને વાસણ પર રગડવાથી તે ચમકવા માંડે છે. 
- એલ્યુમીનિયમના વાસણોને ચમકાવવા માટે વાસણ ધોવાના પાવડરમાં થોડુ મીઠુ નાખીને વાસણ સાફ કરો 
- એલ્યુમીનિયમના બળેલા વાસણોને સાફ કરવા માટે તેમા એક ડુંગળી નાખીને સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાવડરથી સાફ કરો. કમાલની વસ્તુ છે આ આઈસ ક્યૂબ ટ્રે. 
- ચિકાશવાળા વાસણોને સાફ કરવા માટે સોડા કપડામાં લઈને રગડો. પછી સાબુથી સારે રીતે ધોવાથી ચિકાશ દૂર થઈ જશે. 
- પ્રેશર કૂકરમાં લાગેલ દાગ-ધબ્બાને સાફ કરવા માટે કૂકરમાં પાણી, 1 ચમચી વોશિંગ પાવડર અને અડધુ લીંબૂ નાખીને ઉકાળી લો. પછી વાસણ સાફ કરવાની જાળીથી હળવુ રગડીને સાફ કરો. કૂકર એકદમ નવા જેવુ ચમકવા માંડશે. કિચનની દુર્ગંધ દૂર કરી દેશે આ ટિપ્સ. 
- પૂજાવાળા પીત્તળના વાસણોને પાવડર કે પછી પાણીથી ધોવાને બદલે રાખથી સાફ કરો. આ છે માઈક્રોવેવ-ઓવનમાં રસોઈ બનાવવાની સાચી રીત. 
- એક મોટા વાસણમાં એક મોટી ચમચી બેકિંગ સોડા, 1 લીટર પાણી અને 4-5 મોટા ટુકડા ફૉઈલ પેપરને ઉકાળો પછી તેમા જૂના વાસણ નાખો.  તમે જોશો કે વાસણમાં નવા જેવી ચમક આવી ગઈ છે.