શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (14:47 IST)

કિચન ટિપ્સ - તમારા પરિવારને સ્વસ્થ રાખવા અપનાવો આટલી કિચન ટિપ્સ

- રસોઈઘરમાં કોઈ પણ કામ કરતા પહેલા હાથને સારી રીતે સાફ કરી લો.. જેથી હાથમાં લાગેલ કીટાણુ ભોજનને દૂષિત ન કરો.
 
- ડબ્બાબંધ ભોજ્ય પદાર્થના ડબ્બાને ત્યા સુધી ન ખોલો જ્યા સુધી તમારે તેનો પ્રયોગ ન કરવો હોય. શક્ય તેટલો પ્રયત્ન કરો કે તમે તેને વધુ સમય સુધી ડબ્બામાં ન મુકી રાખો. -ફળ અને શાકભાજીને ખાતા પહેલા પાણીથી જરૂર સાફ કરો. કારણ કે ફળને છાલટા સહિત ખાવામાં આવે છે અને આ ફળ તમારા હાથમાં આવતા પહેલા અનેક સ્થાનો પરથી પસાર થાય છે.. 
 
- રસોઈ ઘરમાં ચોખ્ખા કપડા પહેરીને કામ કરો. 
 
- જો તમને કયાક વાગ્યુ હોય તો તેના પર વોટરપ્રુફ પટ્ટી બાંધી લો. 
 
- ભોજનને સારી રીતે ઢાંકીને રાખો. રસોઈઘર એવુ હોવુ જોઈએ જ્યા રોશની પૂરતા પ્રમાણમાં હોય અને માખી-મચ્છર ન હોય. 
 
- રસોઈઘરમાં પ્રયોગમાં કરવામાં આવનારા ચાકુ વગેરેને પણ ઉપયોગમાં લેતા પહેલા સારી રીતે ધોઈ લો અને તેનુ કામ થયા પછી ધોઈને મુકો. 
 
-ઈલેક્ટ્રિક મિક્સરના બીટરમાં સફાઈ કરવી મુશ્કેલ હોય છે. તેથી તેને સાફ કરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરો જેથી ત્યાં ચોટેલા પદાર્થો નીકળી જાય. 
 
- એક જ વાસણનો પ્રયોગ વિવિધ વ્યંજનોને બનાવવામાં ન કરો ભોજન પકવવાના સ્થાનને સારી રીતે સાફ કરો.  વાસણને સાફ કરનારા સ્થાનને પણ વાસણો સાફ કર્યા પછી સાફ કરી લો. કારણ કે તેના પર ગ્રીસ. ખાદ્ય પદાર્થ તેલની પરત જામી જાય છે. 
 
- જો તમે કાચા શાકભાજીને સલાદના રૂપમાં પ્રયોગ કરો છો તો તેને કાપતા પહેલા એકવાર સારી રીતે મોટા વાસણમાં પોટેશિયમ પરમેગનેટને મિક્સ કરી (3-4દાણા) તેમા ધોઈ લો. 
 
- દાળમાં જીવાત પડતી અટકાવવા માટે કંટેનરમાં કૈસ્ટર ઓઈલના થોડાક ટીપા નાખી દો.  
 
- કીડીઓથી છુટકારો મેળવવા માટે ટ્યુબલાઈટની નજીક બે-ત્રણ ડુંગળીઓની ગાંઠ લટકાવી દો. તેનાથી કીડીઓ દૂર ભાગે છે. 
 
- નવા વાસણો (સ્ટીલ કે જર્મન) પરથી સ્ટિકર કાઢવા માટે સ્ટિકરની વિરુદ્ધ બાજુ તરફથી વાસણને સાધારણ ગરમ કરો. સ્ટિકર વાસણને છોડવા માંડશે. હવે ચાકુની મદદથી ખેંચીને તેને કાઢી લો.