ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (18:09 IST)

રસોડામાંથી શરૂ થાય છે ઈંફેક્શનનો ખતરો... જાણો કારણ અને નિવારણ

શાકભાજી ખરીદવા સ્ટોર કરવા કાપવા બનાવવા અને ખાવામાં સફાઈનો મહત્વનો રોલ છે. થોડીક બેદરકારી શાકભાજીનો સ્વાદ અને આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે.  ફક્ત શાકભાજીઓને સારી રીતે ધોઈને તેમને સ્વચ્છ વાસણમાં કાપવુ જ પુરતુ નથી પણ તમારા હાથની સફાઈ પણ એટલી જ મહત્વપુર્ણ છે. જેટલી શાકભાજી કાપવા અને બનાવવા માટે. જો હાથ સાફ નહી હોય તો ઈંફેક્શનનું સંકટ થઈ શકે છે. 
 
કટિંગ અને ચૉપિંગના સમયે 
 
- જે કટિંગ બોર્ડ પર તમે શાકભાજી કાપો છો તેનો પ્રયોગ કરતા પહેલા અને પછી સારી રીતે સફાઈ કરો. 
- કોઈપણ શાક કે ફળ કાપતા પહેલા સારી રીતે પાણીથી ધોઈ લો. પછી છોલો અને કાપો. 
- શાકભાજીને જુદુ અને ફળને જુદા બોર્ડ પર કાપો. 
 
સ્ટોર કરતી વખતે 
 
- કાચા ફળ અને શાકભાજીઓને જુદા જુદા શેલ્ફમાં મુકો.  બનાવેલ શાકભાજીને જુદી ઢાંકી મુકો. 
- ફળ અને શાકભાજી જુદી પોલીથિનમાં મુકો 
- વધુ પડતા ફળ અને શાકભાજી ફ્રિજમાં સ્ટોર ન કરો. તેનાથી ફ્રિજની કુલિંગ પર પ્રભાવ પડે છે. 
- હાથની સફાઈ પર ધ્યાન રાખો. 
- ખાવાનુ બનાવવાનુ શરૂ કરતા પહેલા તમારા હાથ ધુવો અને ખાવાનુ બનાવ્યા પછી પણ હાથ જરૂર ધુવો 
- જમવાનુ બનાવતી વખતે જો તમે કોઈ બીજા પણ કામ કરો છો જેવા કે વાસણ ધોવા... ફોન પર વાત કરવી વગેરે ત્યારે પણ હાથ ધોઈને જ રસોઈ બનાવો. 
 
રસોડુ સાફ રાખો 
 
- રસોડામાં કોઈપણ ખાદ્ય પદાર્થ મુકતા પહેલા તેને સાફ કરો. 
- રસોડાના બધા ખૂણા સાફ રાખો. વાસણોને સારી રીતે સાફ કરી તેનો ઉપયોગ કરો. 
- રસોડાની સફાઈના કપડા અને સ્પંજને સાફ કર્યા પછી સારી રીતે ધોની સુકવો જેથી કીટાણુ તેમા પેદા થાય નહી. 
- સુકા અને તરલ ખાદ્ય પદાર્થને સ્ટોર કરનારા કંટેનર્સને પણ ધોઈને સુકાવીને સામાન ભરો. 
- બનેલા ખાદ્ય પદાર્થો ઢાંકીને મુકો 
- કુકિંગ સ્ટોવને પણ રોજ સાફ કરો