શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (17:19 IST)

Smart kitchen tips - આટલી કિચન ટિપ્સ અપનાવીને તમારી રસોઈને સ્વાદિષ્ટ બનાવો

આમ તો દરેક ગૃહિણીમાં કિચનને સાચવવાની ખૂબીઓ ભરેલી હોય છે પણ અનેકવાર એવી પરિસ્થિતિ આવી જાય છે કે સમજાતુ નથી કે શુ કરવામાં આવે. બસ આ સમસ્યાંથી છુટકારો મેળવવા માટે અમે લાવ્યા છે કેટલીક એવી ટિપ્સ જેની મદદથી તમે પણ કેવી પણ સ્થિતિ હોય તેનો સહેલાઈથી સામનો કરી શકશો. 
 
ક્યારેક ભૂલથી જો ખાવામાં મીઠાનું પ્રમાણ વધુ થઈ જાય તો તમારે પરેશાન થવાની જરૂર નથી.  બસ દૂધને બે ચમચી ખાવામાં મિક્સ કરવાથી મીઠાનો સ્વાદ બેઅસર થઈ જાય છે. જો તમને એ વાતનો ભય છે કે તેનાથી તમારી ડિશ વધુ તરલ થઈ જશે તો તમે એક કાચુ બટાકુ પણ તેમા નાખી શકો છો. 
 
- અનેકવર દૂધ ગરમ કરતા છલકાય જાય છે તો તમારે દૂધને ઉકાળવા માટે ઓછા તાપ પર અને વાસણની અંદર એક ચમચો મુકી રાખો. ચમચો દૂધને છલકતા રોકે છે. 
 
- જો તમને રવાનો શીરો બનાવી રહ્યા છો તો તેમા એક મોટી ચમચી બેસનનો લોટ મિક્સ કરી દો. આવુ કરવાથી શીરો સહેલાઈથી બનશે જ સાથે જ તેનો રંગ અને સ્વાદ એટલો વધી જશે કે કોઈપણ તેને જોઈને ખાધા વગર રહી નહી શકે. 
 
- ફ્રેંચ ફ્રાઈઝ પ્રત્યે લાલસા દરેકને હોય છે પણ તેનો ઉપભોગ કરતી વખતે તમે તેલ વિશે વિચારવુ બંધ નથી કરી શકતા. આ સ્માસ્યાથી બચવા માટે તળતા પહેલા બટાકાને ઉકાળી લો. આવુ કરવાથી બટાકા સહેલાઈથી બનવા ઉપરાંત તેલ પણ ઓછુ લાગશે.