શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : શુક્રવાર, 10 માર્ચ 2017 (09:42 IST)

રસોઈ ટિપ્સ - ઘણી કામની છે નાનકડી વાતો

- રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર મિક્સ કરી દો. આનાથી લાડુનો સ્વાદ વધી જશે 
- પનીરને ઘણા દિવસો સુધી તાજુ રાખવા માટે તેને ફ્રિજમાં મુકતા પહેલા બ્લોટિંગ પેપરમાં લપેટી દો. 
- અથાણા પર ફુગ આવતા બચાવવા માટે બરણીમાં થોડા દિવસો માટે થોડી સેકેલી હિંગ મુકી દો. 
- વધુ પડતા પાકી ગયેલા ટામેટાને બીજીવાર તાજા કરવા માટે તેને મીઠુ નાખેલા ઠંડા પાણીમાં આખી રાખ રહેવા દો. 
- શાકભાજીઓને અનેક દિવસો સુધી તાજી રાખવા માટે તેને ફ્રિઝમાં મુકતા પહેલા છાપામાં લપેટી દો. 
- સ્વાદિષ્ટ ચીઝ સેંડવિચ બનાવવા માટે બ્રેડની સ્લાઈસ પર ચીઝની એક પરત મુક્યા પછી તેને ઝીણી સમારેલી શિમલા મરચું, ડુંગળી, ચિકન અથવા બીંસ મુકીને તેને માઈક્રોવેવમાં ચીઝ સોનેરી થતા સુધી સેકાવા દો. 
- ઢોસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટ નહી અને કુરકુરા પણ બનશે.