ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2017 (10:25 IST)

આ 5 વસ્તુઓથી કરો ઘરેણા સાફ, ચમક જોતા રહી જશો !!

ઘરેણાની ચમકને જાળવી રાખવા માટે તેમની યોગ્ય કેર કરવી ખૂબ જરૂરી છે. દરરોજ ઘરેણા પહેરવાથી તેની ચમક ઓછી થવા માંડે છે. આથી  આપણે ઘરેણાને પૉલિશ કરાવીએ છે. ઘણી વાર કોઈ પાર્ટી કે ફંકશન પર જવું હોય તો પણ ઘરેણાને પૉલિશ કરવાનો સમય નથી મળતો. આવા સમયે તમે તેને ઘરે જ સાફ કરી શકો  છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે  કેવી રીતે તમે ઘરેલૂ વસ્તુઓના ઉપયોગ કરી ઘરેણાને સાફ કરી શકો છો. 
1. અમોનિયા
1 કપ હૂંફાળા પાણીમાં અમોનિયા નાખી  મિશ્રણ તૈયાર કરી લો. હવે તેમાં હીરાના ઘરેણાને 15 મિનિટ માટે મૂકો. ત્યારબાદ નરમ બ્રશની મદદથી સાફ કરો. 
 
2. એલ્યુમિનિયમ ફૉયલ 
ચાંદીના ઘરેણાને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફૉયલનો ઉપયોગ કરો. એક એલ્યુમિનિયમ ફૉયલના ટુકડા પર ઘરેણા મુકો. તેની ઉપર બેકિંગ સોડા છાંટીને પછી ગરમ પાણી નાખી દો. પછી બ્રશ વડેસાફ કરો. 
 

 
3. સાબુ
ગરમ પાણીમાં ડિટર્જેંટ નાખી ઘરેણાને ધોવા. તેનાથી ઘરેણાની ચમક જળવાય રહે  છે. 
4. ટૂથપેસ્ટ 
ઘરેણાને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. થૉડી ટૂથપેસ્ટને જ્વેલરી પર લગાડો અને બ્રશની મદદથી  ઘસવું. પછી પાણીથી ધોઈ લો. 
 
5.  સરકો 
નાના કપડાને સફરજનના સરકામાં ડુબાડી સિલ્વર કે પ્લેટિનમની જ્વેલરી પર ઘસવું. તેનાથી જ્વેલરી ચમકી જશે.