ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 9 જાન્યુઆરી 2016 (18:00 IST)

ઘરેલુ ઉપચાર - નાની નાની સમસ્યાના મોટા મોટા ફાયદા

- મહેંદીના ફૂલોને કપડામાં મુકવાથી કપડામાં કીડા લાગવાની શક્યતા નથી રહેતી
 
- વાળને બેસનથી ધોવાથી વાળમાં ખોડાની સમસ્યાનુ સમાધાન થાય છે. 
 
- મગફળીના તેલને હોઠ પર લગાવવાથી હોઠના ફાટવાની સમસ્યા સમાપ્ત થઈ જાય છે અને હોઠ નરમ તેમજ મુલાયમ થઈ જાય છે. 
 
- નખને વધારવા માટે તેના પર મહેંદીના પાનને વાટીને તેનો નખ પર લેપ કરો. આ પ્રયોગથી નખ તીવ્ર ગતિથી વધે છે. 
 
- દાંતમાં દુ:ખાવો હોય તો જૈતૂનનું ગુંદર દાંતમાં લગાવવાથી દાંતનો દુખાવાની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. 
 
- સરસવના તેલ દ્વારા વાળની મસાજ કરવાથી વાળ ખરવાની સમસ્યાનું સમાધન થાય છે. 
 
- મૂળાનું નિયમિત સેવન કરવાથી આંખની રોશનીમાં વૃદ્ધિ થાય છે. 
 
- હોઠનુ કાળાપણુ દૂર કરવા માટે કાચા દૂધમાં કેંસરને વાટીને હોઠ પર ઘસો. તેના પ્રયોગથી હોઠની કાળાશ દૂર થવા ઉપરાંત  હોઠ પર આકર્ષક ચમક પણ આવી જાય છે.