ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (10:30 IST)

દિવાળીની સાફ-સફાઈમાં મદદગાર બેકિંગ સોડા

* ડસ્ટબીનમાં કઈક નાખતા પહેલા થોડો બેકિંગ સોડા નાખી દો. આથી તેમાં કચરા નાખતા ગંધ નહી આવશે. આટલું જ નહી ,જયારે          તમે આ ડિબ્બાને સાફ કરશો તો તે પહેલાંથી વધારે ચમકદાર નજર આવશે. 
 
*   જો વાશ બેસિનની નાળીમાં કઈંક ફંસાઈ ગયો હોય તો આશરે અડધા વાટકી બેકિંગ સોડા લઈને એમાં નાખી દો. આથી ન માત્ર નાળી      સાફ થશે, પણ તેમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે. 
 
* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો        ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ   સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે. 
 
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો      અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને      બદલીને નવો રાખી દો.