શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Kitchen tips -રસોઈ કરતા પહેલા આ વાતો પર ધ્યાન આપો ....

હોમ ટિપ્સ -રસોઈ કરતા પહેલા આ વાતો પર ધ્યાન આપો ....

રસોઈ કરતા પહેલા કિચનને સારી રીતે સાફ કરી લો. કારણ કે રસોડામાં કેટલાક કીટાણું આવી જાય છે જે ભોજનને સંક્રમિત કરી તમને રોગી બનાવી શકે છે. 
 
લીલા શાકભાજીને સમારતા પહેલા ધોઈ લો. કારણ કે એમાં માટીના કીટાણુ  છુપાયેલા હોઈ શકે છે. જેથી પથરી જેવા રોગો થઈ શકે છે. ખોરાકમાં જો તમે નિયમિત રૂપે 3-4 ચમચી તેલ પ્રયોગ કરો છો તો  30 ની ઉમર પછી 3 ચમચી અને 45 પછી બે ચમચી ઉપયોગ કરો.ડુંગણી આદું અને બીજા મસાલાને વધારે ઘી કે તેલમાં મોડે સુધી ન શેકવા. વજન ઘટાડવો હોય તો તેલ,ઘી વગેરેનો પ્રયોગ ઓછો કરો. 
 
ધ્યાન રાખો. 
 
તમને ઓછી કેલોરી અને ઓછી કેલ્શિયમની જરૂરિયાત છે તો વસા વગરનો ટોંડ દૂધનો પ્રયોગ કરો.  સામાન્ય દૂધમાં 3.5 ટકા વસા ,150 ટકા કેલોરી હોય છે. જ્યારે ટોંડ દૂધના એક કપમાં 0.5 ટકા વસા ,90 ટકા કેલોરી હોય છે. મોડા સુધી ખોરાક રાંધવાથી તેના પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે આથી શાકભાજીને વારેઘડીએ ગરમ ન કરવો.