ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|

આ છે IPLનો જલસો : ફીટ થઈ ગયા બધા અનફિટ ખેલાડીઓ !!

P.R

જે ક્રિકેટર ગઈકાલ સુધી અનફિટ હતા, તેઓ આજે ફિટ થઈ ગયા છે. વાત થઈ રહી છે આઈપીએલ સીઝન 6ની. અનફિટનેસનો સામનો કરી રહેલ બધા ખેલાડીઓ ઓચિંતા ફિટ થઈ ગયા છે. અને અને સારુ પ્રદર્શન કરવાનો દાવો કરી રહ્યા છે જ્યારે ટીમ ઈંડિયા બોલરોની સમસ્યાનો સામનો કરી રહી હતી, ત્યારે બતાવવામાં આવ્યુ હતુ કે બધા ઝડપી બોલરો અનફિટ છે. ઉમેશ યાદવ, ઈરફાન પઠાણ, વરુણ એરોન, ઝહીર ખાન, મુનાફ પટેલ, પ્રવીણ કુમાર જેવા ઘણા નામનો આમા સમાવેશ હતો. પણ આઈપીએલ શરૂ થતા જ બધા ફિટ થઈ ગયા. આ બધા મેદાન પર પોતાનો જલવો વિખેરવા તૈયાર છે.

હવે પ્રશ્ન એ ઉભો થય છે કે ઘરઆંગણાની મેચો ન રમી શકનાર આ ખેલાડીઓ આટલી ઝડપથી ફિટ કેવી રીતે થઈ ગયા ? શું આઈપીએલના માટે તેઓએ પોતાની ફિટનેસ બચાવી રાખી હતી? કે પછી આઈપીએલ માટે તેઓ પોતાની ફિટનેસને બાજુ પર મુકીને પોતાની કારકિર્દી દાવ પર લગાવી રહ્યાં છે. સેહવાગ તરીકે આવાં અન્ય ઉદાહરણો પણ જોવાં મળ્યાં છે.

ઈંડિયન ટીમના મહત્વપૂર્ણ બોલર ઝહીર ખાને ગત બે મહત્વની હોમ સિરીઝ રમી નથી. ફિટનેસના કારણે ડિસેમ્બરમાં રણજીની મેચો પણ રમ્યો નથી. તેના પછી ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પણ સામેલ નહોતો. પણ રસપ્રદ બાબત એ છે કે સિરીઝ ખતમ થતાં જ તે આરસીબી તરફથી આઈપીએલની પ્રેક્ટિસ સેશન માટે તૈયાર થઈ ગયો છે. આશિષ નેહરાની કારકિર્દી ઈજાનો ભોગ બનતી જ રહી છે પણ દિલ્હી ડેરડેવિલની ટીમમાંથી તે આઈપીએલ માટે તૈયાર છે.

જ્યારે ઉમેશ યાદવ પણ ભારતનો ફાસ્ટ બોલર છે. તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી ઈજાને કારણે બહાર રહ્યો હતો. પરંતુ આઈપીએલ આવતાં જ હવે તે પણ સ્વસ્થ છે. આવી જ રીતે ઈજા પછી અન્ય બોલર ઈરફાન પઠાણ પણ આઈપીએલમાં પરત આવી રહ્યો છે.

દેખીતુ છે કે આઈપીએલના જાદૂથી કોઈ બચી શક્યુ નથી. આ ટૂર્નામેંટ આંતરરાષ્ટ્રીય મુકાબલો પર ભારે પડવા લાગ્યો છે. પોતાની ટીમથી દૂર રહેનારા ક્રિકેટર આઈપીએલમાં રમવા માટે બેતાબ છે. બીસીસીઆઈએ ક્રિકેટમાં ગ્લેમર અને પૈસાનો તડકો લગાવ્યો છે, જેમા દરેક ક્રિકેટર દૂબતો જઈ રહ્યો છે.