મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2016 (14:27 IST)

ફ્રી ગેમ દ્વારા કંપનીઓ પૈસા કેવી રીતે કમાવે છે ?

પોકેમોન ગેમ તો ફ્રી છે. પણ જ્યારે આટલા લોકો તેને ફ્રી ડાઉનલોડ કરે છે તો કંપની પૈસા કેવી રીતે કમાવે છે. લગભગ બે ત્રણ વર્ષ પહેલા એંગ્રી બર્ડ્સ કે ટેમ્પલ રનની સફળતાને જોઈને પણ આ સવાલ બધાના મનમાં આવ્યો હશે. 
 
અનેક કંપનીઓએ પોતાના વીડિયો ગેમ ફ્રી ડાઉનલોડ કરવાના આ રીતમાં સફળતા મેળવી તો લીધી પણ ત્યારબાદ પૈસા કમાવવા સહેલા નથી.  પણ 'પોકેમૉન ગો' એ જે કમાલ કરી બતાવી છે. તે  દરેક વીડિયો ગેમ કરવા માંગશે.  આંતરરાષ્ટ્રીય બજારોમાં જે પણ ગેમ રજુ કરવામાં આવે છે. તેને હવે સ્માર્ટફોન પર પૈસા ખર્ચ કરનારાઓ સુધી પહોંચાડવાના ઉપાયો ખૂબ સારી રીતે શોધી લીધા છે. 
 
જ્યારે પણ પોકેમૉન ગો, ટેમ્પલ રન, સબવે સર્ફર કે એંગ્રી બર્ડસ લોકો રમે છે તો કેટલાક મુશ્કેલ પોઈંટને પાર કરવા માટે બે રીત મળશે. એક તો તેને પાર કરવા માટે કેટલાક સિક્કા કે કોઈ બીજા પાવર ખરીદી લો કે પછી અનેક કલાકો સુધી એ ગેમમાં એ જ લેવલ પર તેને પાર કરવાના ઉપાયો શોધતા રહો. 
 
ઓનલાઈન ગેમિંગ અને એપની દુનિયામાં તેને ફ્રી-મિયમ મૉડલ કહેવામાં આવે છે. મતલબ ફ્રી અને પ્રીમિયમ બંને આવા ગેમમાં સામેલ છે.  આ રીતે લોકો જે પણ ગેમ ખૂબ પસંદ કરે છે તેને ડાઉનલોડ તો કરી લે છે અને રમે પણ છે. ગેમને કેટલીવાર ડાઉનલોડ કરવામાં આવી છે તેનાથી કંપનીઓને પોતાના પ્રોડક્ટની સફળતાનો અંદાજ આવી જાય છે. 
સ્માર્ટફોન પર એક વાર ડાઉનલોડ થઈ ગઈ અને લોકો તેને રમવા માંડ્યા તો ધીરે ધીરે તેમને તેની આદત પણ લાગી જાય છે અને જ્યારે પણ થોડો સમય મળે છે લોકો તેને રમવા માંડે છે. 
 
લોકો પાસે પૈસા ખર્ચ કરાવવા માટે ગેમ બનાવનારા એક વર્ચુઅલ કરેંસી તૈયાર કરી લે છે. જેથી લોકોને એ ન લાગે કે ગેમની વચ્ચે કંઈક ખરીદવા માટે  પૈસા ખર્ચ કરી રહ્યા છે.  પણ વર્ચુઅલ કરેંસી હોવાને કારણે એવુ લાગે નહી કે તમારા ખિસ્સામાંથી કંઈક ખરીદી કરી છે.  પણ એ વર્ચુઅલ કરેંસીને ખરીદવા માટે એક વાર પૈસા ખર્ચ થાય છે. 
 
ત્યારબાદ પણ જો કોઈ ફીચર મેળવવા માટે કોઈ 100 રૂપિયા ખર્ચ કરી રહ્યુ છે તો તમને વર્ચુઅલ કરેંસીના સો રૂપિયા નહી મળે.  બની શકે કે એ માટે તમને 765 સિક્કા મળશે. જેનો ઉપયોગ કરીને તમે કોઈ બીજી શક્તિ ગેમ ખરીદી શકો છો. 
 
આ ખરીદી માટે એપલના એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી જે ખરીદી કરવાની હોય છે તેને ખૂબ સહેલી બનાવી દેવામાં આવી છે. તેથી ખરીદીના સમયે કોઈ પણ પરેશાની ન થાય. પણ જો રમતી વખતે સમય પાવરને ગુમાવી દીધો તો બની શકે છે કે એ ખરીદી એકવાર ફરી કરવી પડે. 
 
ગેમ ડિઝાઈન કરતી વખતે તેને એવી બનાવવામાં આવે છે કે કોઈ એક અવરોધને પાર કરવામાં તમને થોડી પરેશાની થાય. જેવી તમને એકાદ બે વાર મુશ્કેલી પડશે ત્યા પૈસા ખર્ચ કરીને અવરોધને પાર કરવો ખૂબ સરળ બની જાય છે. 
 
આવી ખરીદી કરનારા લોકો મોટાભાગે પાંચ ટકાથી ઓછા હોય છે. આવા જ લોકોને ગેમિંગ કંપનીઓ શોધે છે. જે પૈસા ખર્ચ કરીને પણ ગેમિંગ ચેમ્પિયન બનવા માંગે છે.  ક્યારેક ક્યારેક વીડિયો ગેમની કમાણીનો અડધો પૈસો લગભગ બે ટકા રમનારાઓના ખિસ્સામાંથી આવે છે. 
 
આ આદત યુવાઓમાં વધુ જોવા મળે છે અને ખર્ચ કરાનારી રકમ ખૂબ મોટી નથી હોતી. તેમને પણ આ પૈસો ખર્ચ કરવો સહેલો લાગે છે. યુવાઓમાં  કંઈક કરી બતાવવાની જે વાત હોય છે તેથી ગેમ બનાવનારા કોશિશ કરે છે કે યુવા તેમના પડકાર સ્વીકાર કરે. 
 
ફ્રી ગેમ રમનારાઓ પાસેથી જે પણ ડેટા એકત્ર થાય છે તેના પરથી ગેમ બનાવનારી કંપનીઓને નવા અપડેટ બનાવવામાં મદદ મળે છે.  કયા ફીચર તમને ખબર છે.  ક્યા સૌથી વધુ લોકો ફંસાયેલા રહે છે કે ક્યા વધુ લોકો ગેમને બંધ કરી દે છે. આ ડેટા પરથી ગેમની વચ્ચે આવનારા ખરીદીના અવસરની કિમંતોને ઓછી કે વધુ કરવામાં પણ મદદ મળે છે. 
 
પોકેમૉન ગો ને ફકત પસંદગીના દેશોમાં લોંચ કરવામાં આવ્યુ. એ પણ સમજી વિચારેલી ચાલ છે. તેનાથી જે લોકો બીજા દેશોમાં તેને ડાઉનલોડ કરવા માંગે છે. તેના પર નજર રાખીને કંપનીઓને સમજમાં આવી જાય છે કે તેમના પ્રોડક્ટની માંગ ક્યા ખૂબ વધુ છે. 
 
ગેમ ડેવલોપર એ પણ જાણે છે કે તમે કયા દેશમાં છો કે ક્યો સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યા છો અને કિમંતોને ઉપર કે નીચે એ હિસાબથી પણ કરી શકો છો.  એંગ્રી બર્ડ એ અનેક પ્રોડક્ટની સાથે બ્રાંડિગ કરીને પણ કેટલાક પૈસા કમાવ્યો અને પછી એ નામથી એક ફિલ્મ પણ રજુ કરી.  આગળ જતા જ્યારે તમને કોઈ ગેમની લત લાગી જાય તો બસ એકવાર તમારા ક્રેડિટ કાર્ડના બિલ વિશે વિચારી લેજો.