શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: હ્યૂસ્ટન. , બુધવાર, 29 જુલાઈ 2015 (11:58 IST)

એકવાર ફરી સોશિયલ નેટવર્કિંગની જંગ ગૂગલ હારી ગયુ, google+ બંધ થશે

દુનિયાની પ્રમુખ સર્ચ એંજિંગ કંપની ગૂગલ પોતાના સોશિયલ google+ વિદાય લેવાની તૈયારીમાં છે. કંપનીએ ગૂગલ પ્લસને ચાર વર્ષ પહેલા આ આશામાં શરૂ કરવામાં આવ્યુ હતુ કે તે ફેસબુકના ગંભીર પ્રતિસ્પર્ધી બનશે. પણ એવુ કશુ થયુ નથી. એવુ કહેવાય છેકે એક વાર ફરી ગૂગલ ફેસબુક અને ટ્વિટર સાથેની જંગ હારી ગયુ છે. ઓરકુટ, બજ અને હવે ગૂગલ પ્લસ. 
 
ગૂગલે છેલ્લા કેટલાક મહિના ગૂગલ પ્લસના સૌથી ઉપયોગી ભાગને જુદા ક્રી જુદી સેવાઓ બનાવવા પર કામ કર્યુ છે. આ રીતે કંપની ગૂગલ સાથે જોડાયેલ બધી ગતિવિધિઓ માટે ગૂગલ પ્લસની કેન્દ્રીય ભૂમિકાને સમાપ્ત કરવાની દિશામાં વધી રહી છે. 
 
કંપનીએ સોમવારે ગૂગલ પ્લસને જુદા-જુદા વહેંચવાની સાથે આ વિશે મોટી જાહેરાત કરી. ગૂગલ આવનારા દિવસોમાં ગૂગલ પ્લસને સંપૂર્ણ રીતે જુદા ઉત્પાદો સ્ટ્રીમ્સ અને ફોટોમાં બદલી નાખશે. 
 
અત્યાર સુધી ગૂગલની (યૂટ્યુબ વીડિયો પર ટિપ્પણી કરવા જેવી)વિવિધ સેવાઓ માટે ગૂગલ પ્લસ પ્રોફાઈલ હોવી જરૂરી રહી છે. પણ ભવિષ્યમાં આવુ નહી થાય. 
 
ગૂગલના ઉપાધ્યક્ષ બ્રેડલી હોરોત્વિજે કંપનીના એક બ્લોગમાં લખ્યુ છે, 'લોકોએ અમને જણાવ્યુ છે કે પોતાની બધી ગૂગલ સેવાઓને એક જ એકાઉંટ પરથી ચલાવવુ તેમને માટે વધુ સરળ રહેશે.'