શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 20 માર્ચ 2017 (11:26 IST)

Idea-Vodafoneના વિલયનું એલાન, બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

દેશની બીજી સૌથી મોટી ટેલીફોન કંપની વોડાફોને આદિત્ય બિડલા ગ્રુપની કંપની આઈડિયા સેલ્યૂલર સાથે વિલયની પુષ્ટિ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ આઈડિયા બોર્ડે વિલયને મંજૂરી આપી દીધી છે. આ વિલય પછી આ કંપની દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની બની જશે.  હાલ ભારતીય એયરટેલ 28 કરોડ ગ્રાહકો સાથે નંબર વન પર છે. 
 
દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનશે 
 
બીએસસીમાં કરવામાં આવેલ એક ફાયલિંગમાં કંપનીએ જણાવ્યુ કે આ વિલય પછી સંયુક્ત એકમમાં તેની પાસે 45 ટકા શેયર્સ રહેશે. આ વિલય પછી આ સંયુક્ત ઉપક્રમ દેશની સૌથી મોટી કંપનીના રૂપમાં સામે આવશે. રેવન્યૂમાં તેની ભાગીદારી લગભગ 40 ટકા હશે અને 38 કરોડથી વધુ તેના ગ્રાહક હશે. 
 
એયરટેલ-જિયોને મળશે ટક્કર 
 
ઉલ્લેખનીય છે કે વાયરલેસ સબ્સક્રાઈબરના આધાર પર વોડાફોન બીજા અને આઈડિયા ત્રીજા નંબર પર છે. આ મર્જર એયરટેલ અને રિલાયંસ જિયોને પાછળ છોડી દેવામાં સક્ષમ છે. ડીલ મુજબ આઈડીયા પાસે સંયુક્ત ઉપક્રમના ચેયરામેનની નિમણૂકના પૂર્ણ અધિકાર રહેશે. તો બીજી બાજુ બંને કંપનીઓ મળીને જ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસરની નિમણૂંક કરી શકશે. વોડાફોન પોતાની તરફથી 3 ડાયરેક્ટર્સ નિમણૂંક કરી શકશે. 
 
2018માં થશે વિલય 
 
આઈડિયા અને વોડાફોનનો વિલય 2018માં પૂર્ણ થશે. આ વિલય માટે આઈડિયા સેલ્યુલરનુ વેલ્યુએશન 72,200 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે. જ્યારે કે વોડાફોનનુ વેલ્યુએશન 82,800 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે.