શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :સૈન ફ્રાંસિસ્કો. , ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (00:34 IST)

એપ્પલ કંપનીએ આઈફોન 7 લોન્ચ કર્યો , જાણો ફિચર્સ

અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપની એપ્પલ આજે  આઈફોન 7,ને સૈન ફ્રાંસિસ્કોમાં લોંચ કર્યો જ્યારે કે ભારતમાં આ 26 સપ્ટેમ્બરના રોજ લોંચ થઈ શકે છે. દરેખ વખતની જેમ આ વખતે પણ કંપનીના સીઈઓ તેને લોંચ કર્યો . આ  વખતે કંપનીના સીઈઓ ટિમ કુક છે એવુ કહેવાય રહ્યુ છે કે ભારતમા તેની કિમંત લગભગ 63 હજાર રૂપિયા હશે. 
 
-નવા આઈફોન 7 માટે નવા વાયરલેસ AirPods લોન્ચ કરાયા

-  નવા ઓફિશિયલ આઈફોનમાં ઓડિયો જેક નહીં હોય, માત્ર લાઈટનિંગ કનેક્ટર સાથે એડેપ્ટર, હવે ચાર્જિંગ પોડમાં લાગશે ઈયરફોન

- આઈફોનના બે કેમેરા વાઈડ એન્ગલ અને ટેલીફોકસ લેન્સ કરતાં 10 ગણું વધારે ઝૂમ કરશે

- નવા આઈફોનમાં 7MP ફેસટાઈમ HD કેમેરા છે

- નવા આઈફોનમાં નવું હોમ બટન ફોર્સ ટચ સાથે

- આઈફોન 7નો નવો કેમેરા – 3 ગણું વધારે એક્સ્પોઝર, 50 ટકા વધુ લાઈટ

-  આઈફોન 7નો નવો કેમેરા – 60 ટકા વધારે ફાસ્ટ, 30 ટકા વધારે એનર્જી એફિશિઅન્ટ

-  આઈફોન 7 અને 7 પ્લસ, બંને વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે.

- આઈફોન 7 સ્માર્ટફોન નવા બ્લેક, ગોલ્ડ, સિલ્વર, રોઝ કલરમાં મળશે.

-  આઈફોન 7ના કેમેરામાં છે 1.8 અપર્ચર લેન્સ, જે પ્રકાશ માટે ઉત્તમ છે.

-  ટીમ કૂકે લોન્ચ કર્યો આઈફોન 7. કહ્યું, ‘આ અમારો અત્યાર સુધીનો સૌથી ઉત્તમ આઈફોન છે.’

-  એપલ વોચ સિરીઝ 2ની કિંમત 369 ડોલરથી શરૂ થશે, પ્રી-ઓર્ડર 9 સપ્ટેંબરથી શરૂ

- સ્પોર્ટ્સ બ્રાન્ડ નાઈકી સાથે મળીને એપલે રનિંગ માટે એપલ વોચ નાઈકી પ્લસ નામક વોચ લોન્ચ કરી.

-  એપલે તેની સ્માર્ટવોચ માટે નાઈકી કંપની સાથે ભાગીદારી કરી.

- નવી એપલ વોચ 15 મીટર ઉંડે સુધી પાણીનું પ્રેશર સહન કરી શકે છે.એમાં બિલ્ટ ઈન GPS છે

- એપલ વોચ ‘સિરીઝ 2’ લોન્ચ કરાઈ. સ્વિમિંગ પ્રૂફ વોચ છે

-  હવે એપલ વોચ ઉપર પણ પોકીમોન ગો ગેમ રમી શકાશે.

- 50 કરોડ વાર પોકીમોન ગો ડાઉનલોડ કરાઈ. એપલ વોચ માટે પોકીમોન ગો ગેમ લોન્ચ.

- ટીમ કૂકે એપલ વોચ વિશે જાણકારી આપી. કહ્યું, એપલ વોચ નંબર-1 સેલિંગ સ્માર્ટવોચ છે.

- ટીમ કૂકઃ આઈપેડ, આઈફોન દુનિયાના સૌથી વધુ લોકપ્રિય ગેમિંગ ડિવાઈસીસ છે.

- કૂકનું એલાનઃ પોપ્યૂલર ગેમ મારિયો પણ હવે એપ સ્ટોર પર ઉપલબ્ધ.

- મારિયો ગેમને નવા રૂપમાં રજૂ કરાઈ છે. એનું નામ સુપર મારિયો રન રાખવામાં આવ્યું છે.

- આઈફોન 7 અને 7 પ્લસ વોટરપ્રુફ હશે. ટીમ કૂકે કહ્યું, એપલ મ્યુઝિકના 17 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ છે
 
 
32 જીબીથી 256 જીબી સુધી મેમોરી 
 
iPhone -7 ના 256 જીબી સ્ટોરેજ સાથે લોંચ થયો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બેસ વેરિએંટ આ વખતે 16ને બદલે 32 જીબી સાથે લોંચ થયો છે. આ પહેલા આવેલ ફોન iPhone -6 પ્લસમાં 128 જીબીની ઈંટરનલ મેમોરી છે. આ ઉપરાંત કંપની પોતે જ 2 ટીબીની આઈક્લાઉટ સ્ટોરેજ આપવાનુ વચન આપ્યુ છે. 
 
કેવુ  છે પ્રોસેસર 
 
પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં એપ્પલ A10 પ્રોસેસર છે. આઈફોન 7ની સ્ક્રીન 4.7 ઈંચ અને આઈફોન 7 પ્લસની સ્ક્રીન સાઈઝ 5.5 ઈંચ  છે.  આ ઉપરાંત  આઈફોન 7 પ્લસમાં બે રિયર કેમેરા છે.