શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (17:46 IST)

ઓપ્પો સેલ્ફી સ્માર્ટફોન a57 3 ફેબ્રુઆરીના રોજ ભારતમાં લોન્ચ થશે

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોનો નવો એ57 સેલ્હી સ્માર્ટફોન 3 ફેબ્રુઆરીના રોજ ભારતમાં લોંચ થશે. સેલ્ફીના દિવાનાઓ માટે બનેલ આ ફોનની કિમંત 16 થી 17 હજાર વચ્ચે રહી શકે છે. 
 
ઓપ્પોએ ગયા વર્ષે નવેમ્બરમાં ઓપ્પો a57ને ચીની માર્કેટમાં લોંચ કર્યો હતો. ચીની માર્કેટમાં આની કિમંત 1500 ચીની યુઆન (લગભગ 16000 રૂપિયા) છે. 
 
ઓપ્પો a57 એક મિડ-રેંજ સ્માર્ટફોન છે જે ઓપ્પોના એફ1 અને એફ1 પ્લસથી ખૂબ મેળ ખાય છે. ચીની માર્કેટમાં ફોન બે કલર વેરિએંટ રોજ ગોલ્ડ અને ગોલ્ડ કલર વેરિએંટમાં મળે છે. 
 
ડુઅલ સીમ ઓપ્પો a57 એંડ્રોયડ 6.0 માર્શમૈલો પર ચાલે છે જેના ઉપર ઓપ્પોની કલરઓએસ 3.0 સ્કિન આપવામાં આવી છે.  આ ફોનમાં 1.4 ગીગાહર્ટઝ ઑક્ટા કોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 435 પ્રોસસર છે રૈમ 3 જીબી અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 505 જીપીયૂ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 5.2 ઈંચ એચડી (720x1280 પિક્સલ)એલસીડી ડિસપ્લે છે જે 2.5 કર્વ્ડ ગ્લાસ સાથે આવે છે. 
 
વાત કરીએ કેમરાની તો ઓપ્પો એ57 માં અપર્ચર એફ/2.0 ની સાથે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.   રિયર કેમેરા 13 મૈગાપિક્સલનો છે જે અપર્ચર5અ એફ/2.2, પીડીએફ અને એક એલઈડી ફ્લેશ મૉડ્યૂલ સાથે આવે છે. આ ફોનમાં એક ફિંગરપ્રિંટ સેંસર પણ છે જેને હોમ બટનમાં જ ઈંટીગ્રેટ કરવામાં આવી છે. ઓપ્પો એ57 માં 32 જીબી સ્ટોરેજ છે. જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. 
 
કનેક્ટવિટી માટે ફોનમાં 4જી એલટીઈ, જીપીઆરએસ/એક, બ્લૂટૂથ વી 4.1, જીપીએસ, યૂએસબી અને 3.5 એમએમ ઑડિયો જૈક છે. આ સ્માર્ટફોનમાં 2900 એમએએચની બેટરી છે.