ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (12:39 IST)

Google એ સાતમી વાર બદલ્યો પોતાનો લોગો, જાણો નવા લોગોની વિશેષતા

દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય સર્ચ એંજિન કંપનીએ પોતાનો લોગો બદલી નાખ્યો છે. ગૂગલે પોતાના લોગોના સાતમા ફેરફારમાં લોગો સાથે G આઈકોનને પણ જોડી દીધુ છે. સર્ચ એંજિન ગૂગલે આ નવા લોગોને રજુ કરી દીધો છે. કંપનીનુ કહેવુ છે એક છેલ્લા 17 વર્ષોમાં અનેક ફેરફારો થયા. પ્રોડક્ટ્સથી લઈને તેના અપીયરેંસ સુધી અને આ વખતે અમે એક વધુ ફેરફાર લાવ્યા છે. ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચઈના નેતૃત્વમાં ગૂગલે આ બીજો ફેરફાર જોવા મળ્યો. આ પહેલા ગૂગલે બધા પ્રકારના પ્રોડક્ટ્સ માટે અલ્ફાબેટ ના નામથી એક પૈરંટ કંપનીની જાહેરાત કરવામાં આવી  હતી. 
 
જ્યારે તમે ગૂગલ હોમપેજ ખોલશો તો જૂનો લોગો જોવા મળશે. ત્યારે નીચેથી એક હાથ ઉપર નીકળે છે અને તે જૂનાને મટાડીને નવો લોકો બનાવી દે છે. 1998માં લોંચ થયા પછી અત્યાર સુધી 7 વાર ગૂગલે પોતાનો લોગો બદલ્યો છે. 
 
કેમ બદલ્યો ગૂગલે પોતાનો લોગો ?
 
ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગ પર આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉનો લોગો ડેસ્કટોપના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આજકાલ મોટાભાગના લોકો મોબાઈલ ડિવાઈસ પર ગૂગલના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેને જોતા ગૂગલને એક એવા લોગોની જરૂરિયાત હતી જે સ્માર્ટફોન કે ટૈબની સ્ક્રીન પર સ્પષ્ટ જોવા મળતો હોય. 
 
આ લોગો ડેસ્કટોપ અને સ્માર્ટફોન ઉપરાંત ટીવી સ્માર્ટવોચ અને કાર ડૈશબોર્ડ પર સારો દેખાય છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટ કરીને નવા લોગોનું એલાન કર્યુ.