બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 24 જૂન 2016 (16:32 IST)

વ્હાટ્સ એપ પર લાગી શકે છે પ્રતિબંધ, 29ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

વ્હાટ્સ એપ સહિત બધા પ્રકારના સોશિયલ સાઈટ્સ દિવસોદિવસ દેશ માટે સંકટ બનતા જઈ રહ્યા છે. જેનો લોકો અયોગ્ય ઉપયોગ કરવા ઉપરાંત આ આતંકવાદીઓ માટે સંપર્ક અને પોતાનુ નેટવર્ક મજબૂત કરવાનુ એક નવુ સાધન બની ગયુ છે.  આવામાં દેશમાં વ્હાટ્સ એપને બેન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટે 29 જૂનના રોજ કાર્યવાહી કરશે. 
 
આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીર યાદવની આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વ્હાટ્સ એપને એપ્રિલથી જ એન્કિપ્રશન લાગૂ કર્યુ છે. જેનાથી આના પર ચેટ કરનારાઓની વાતો સુરક્ષિત રહે છે અને અહી સુધી કે સુરક્ષા એજંસીઓ પણ તેમને ડિકોડ નથી કરી શકતી. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે જો ખુદ વ્હાટ્સ એપ પણ ચાહે તો તે આ સંદેશાઓને હાજર નથી કરી શકતુ. 
 
આ પ્રણાલીને કારણે આતંકવાદીઓ અને અપરાધિઓને સંદેશના અદાન પ્રદાન કરનારાઓમાં સહેલાઈથી રહેશે અને દેશની સુરક્ષાને ખતરો રહેશે. સુરક્ષા એજ6સીઓ આ સંદેશાઓને મૉનીટર નહી કરી શકે. આવામાં વ્હાટ્સ પર બેન લગાવવો જોઈએ. અરજીમાં વ્હાટ્સ એપ ઉપરાંત વધુ પણ એપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
અરજીમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે એન્ક્રિપ્શનને સુપર કંપ્યૂટરથી પણ ઈંટરસેપ્ટ કરવો શક્ય નથી અને આવામાં આતંકી ગતિવિધિઓની રોકથામ માટે સુરક્ષા એજંસીઓ ન તો ઈંટરસેપ્ટ કરી શકે છે કે ન તો તપાસને આગળ વધારી શકે છે. તેથી વ્હાટ્સ એપ, વાઈબર, ટેલીગ્રામ, હાઈક અને સિગ્નલ જેવા એપ્સ પર રોક લગાવવી જોઈએ. 
29 જૂનના રોજ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસની બેચમાં થશે.