શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 25 મે 2015 (16:57 IST)

રોકે તો રોકે કૈસે?, 21મી સદીનાં હાઇટેક બાળક મા-બાપ માટે ચિંતાનો વિષય

૨૧મી સદીમાં બાળપણ પણ હાઈટેક બની ગયું છે. છ મહિનાના બાળકની પાસે પણ મોબાઈલના વિવિધ રીંગટૉનના અવાજ કરો તો તે આનંદિત થઈ જાય છે. 
 
ટી.વીનું રિમોટ, મોબાઈલ અને ઈન્ટરનેટ વાપરવું તેને આપોઆપ આવડી ગયું છે. મોબાઈલ ફોન અને સોશિયલ નેટવર્કિંગ સાઈટની મદદથી એકબીજાની સાથે 
 
જોડાવું સરળ બની ગયું છે. ફક્ત એક બટન દબાવવાથી એક બીજાની સાથે જોડાવું સરળ બની ગયું છે.આધુનિક માતા-પિતા પણ બાળકોને નાની ઉમરથી જ સારી સગવડ ઘરાવતા મોબાઈલ ફોન કે લૅપટોપ અપાવવા લાગ્યા છે. માતા-પિતા બંને કામ ઉપર જતા હોવાથી બાળકોની સાથે સહેલાઈથી સંપર્કમાં રહેવાય. બાળપણમાં જ બાળકો ગેજેટ્સના બંધાણી બની જાય છે. જેની અસર તેમના અભ્યાસની સાથે તેમના સ્વાસ્થ્ય અને સ્વભાવ ઉપર પણ થતી જોવા મળે છે.
 
શું હોય છે ટેકનોલોજીનું વ્યસન?
 
મોબાઈલ, ક્મ્પ્યુટર, લૅપટોપ, ઈન્ટરનેટ આજે જીવનની એક આવશ્યક જરૂરિયાત બની ગઈ છે. તેને કારણે જીવન સરળ પણ બની ગયું છે. જ્યારે આજે 
 
ટેકનોલોજી સિવાય થોડો સમય પણ પસાર કરવાનો સમય આવે તો તે વસમું લાગે છે. દિવસનો મોટો ભાગ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પસાર કરવાને કારણે 
 
કુટુંબીજનો, સંબંધીઓ કે મિત્રો સાથે પ્રત્યક્ષ સંબંધ તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે ટેકનોલોજીનું વ્યસન આપને લાગી ગયું છે.
 
બાળકો તેનો શિકાર વધુ બની રહ્યા છે
 
એક અભ્યાસ પ્રમાણે બાળકો ૧૫-૧૬ વર્ષની ઉંમર પહેલા મોબાઈલ ફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરે તે જરૂરી છે. દેખાદેખીને કારણે પોતાનું બાળક 
 
પાછળ રહી જશે, તે ડરને કારણે બાળકોને નાની ઉમરથી જ મોબાઈલ-લૅપટોપ વાપરવાની પરવાનગી મળી જાય છે. એક વખત બાળક વિવિધ ગેજેટ્સ 
 
વાપરવામાં પાવરધો બની જાય ત્યારબાદ તેને માટે ઓનલાઈન ગેમ્સ, સોશિયલ નેટવર્કિંગ ઉપર ચેટિંગ કરવું, તેજ તેની દુનિયા બની જાય છે. ટેકનોલોજીનું વ્યસન એ કોઈ માનસિક બીમારી નથી. પણ તેની કેટલીક આડ અસર જોવા મળે છે.
બાળકોને શાળામાં કે બહાર ફરવા ગયા હોય ત્યારે ઊંઘ આવ્યા કરવી.શાળાની વિવિધ પરીક્ષાના પરિણામ ઉપર તેની અસર.
 
ખાવાપીવાની આદતોમાં બદલાવ આવી જવો. જંકફૂડના દિવાના બની જવું.મિત્રો સાથે રમવા જવાને બદલે ઘરમાં પ્લે સ્ટેશન ઉપર કે ક્મ્પ્યુટર ઉપર રમત રમતા રહેવું વધુ પસંદ બની જવું.મિત્રો સાથે ઓનલાઈન ન રહેવા મળે તો બેચેન બની જવું.
 
લગ્ન હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી કૌટુંબિક મેળાવડામાં જવાનું પસંદ પડતું નથી.સતત ઘરમાં બેસી રહેવાને કારણે શરીર વધી જવું કે સ્વભાવ ચીડિયો બની જાય છે. પોતાનું ધાર્યંુ જ થવું જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવે છે.આંખોની એકદમ નજીક રાખીને મોબાઈલનો ઉપયોગ કરવાથી ચશ્માં આવે છે.સાત આઠ કલાક સળંગ એક જગ્યાએ બેસી રહેવાથી કમર અને ગળામાં દુખાવો થવા લાગે છે.કી-પેડના સતત ઉપયોગથી આંગળી અને હાથના કાંડામાં દુખાવો થાય છે.મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય કે પછી લૅપટોપ હોય, બાળકો હેડફોનનો ઉપયોગ કરતા હોય છે. લાંબે ગાળે કાનમાં દુખાવો થવો કે ઓછું સંભળાવા જેવી તકલીફનો શિકાર બનવું પડે છે.
 
બાળકોને નાની ઉંમરમાં મોબાઈલ કે ક્મ્પ્યુટરથી વિમુખ રાખવા કઠિન બની જાય છે. બાળકોને તે વાપરવા આપતા પહેલાં તેને કેટલો સમય વાપરવા તેના નિયમ બનાવી રાખો. બાળકોને પહેલેથી કહી દો કે નિયમોનું પાલન કરશે તો જ તેમને ઉપયોગ કરવાની પરવાનગી મળશે.
 
રાત્રિના સમયે મોડે સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરે નહીં તેની સંભાળ લેવી જરૂરી છે.ઑનલાઈન મિત્રો કોણ છે. કેવા પ્રકારની વાતચીત તેમાં બાળકો કરે છે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમનો પાસવર્ડ, ફોટો અને એકાઉન્ટની માહિતી તેની સાથે બેસીને જાણવી જોઈએ.
 
આજકાલ ઘણા સોફ્ટવેર કે એપ્સ બજારમાં ઉપલબ્ધ છે. જે વિવિધ સાઈટસ્ ઉપરની માહિતી ફિલ્ટર કરે છે. તેવા પ્રોગ્રામને કમ્પ્યુટરમાં નંખાવી દેવા જોઈએ. 
 
જેથી બાળકો બિનજરૂરી સાઈટ્સ ખોલી ન શકે.
 
ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગની આડઅસરોથી તેમને માહિતગાર કરતા રહો.
 
તમે સાચું કહો છો તે વાતની જાણકારી તેમને ઑનલાઈન મેળવવા કહો. એક વખત તેમને આડઅસરની જાણકારી મળી જશે, તો આપોઆપ તેનો ઉપયોગ તેઓ મર્યાદિત કરશે.
 
આજે જ્યારે દુનિયા હાઈટેક બની ગઈ છે ત્યારે બાળકોને ટેકનોલોજીના ઉપયોગથી દૂર રાખવા યોગ્ય નથી. એક સર્વે અનુસાર નવથી બાર વર્ષના ૬૦ ટકા વિદ્યાર્થીઓ દિવસમાં લગભગ ત્રણ કલાક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર વીતાવે છે. યોગ્ય ઉપયોગથી બાળકોને જ્ઞાનની સાથે દુનિયાની પળેપળની જાણકારી મળશે. જે 
 
તેની ચતુરાઈમાં વધારો કરશે. ટેક્નોફ્રેન્ડલી બાળકોના જમાનામાં તે પાછળ રહી ન જાય તે જોવું રહ્યું . જમાનાની સાથે ચાલવું હશે તો તેમને કમ્પ્યુટર ઉપર વિવિધ વાર્તા વાંચવાનો શોખ કેળવવો પડશે.