શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 24 ઑગસ્ટ 2016 (17:26 IST)

શ્રીકૃષ્ણના મૃત્યુનુ રહસ્ય શુ આપ જાણો છો ?

મહાભારતના યુદ્ધ વિશે કોણ નથી જાણતુ. એવુ યુદ્ધ જે સામ્રાજ્ય માટે બે પરિવારો વચ્ચે થયુ. જેમા અસંખ્ય લોકો માર્યા ગયા. આ મહાભારત પૂરા 18 દિવસ સુધી ચાલ્યુ. જેમા લોહી વહેતી લાશો સિવાય કશુ જ હાથ ન લાગ્યુ. જેમા પાંડવો અને કૌરવોનુ યુદ્ધ થયુ અને તેમા કૌરવોના સમસ્ત કુળનો નાશ થયો. સાથે જ પાંચ પાંડવોને છોડીને પાંડવ કુળના મોટાભાગના લોકો માર્યા ગયા. 
 
પણ આ યુદ્ધના કારણે કંઈક એવુ થયુ જે અવિશ્વસનીય છે. એ છે શ્રી કૃષ્ણનો સમગ્ર વંશ સાથે નાશ. જી હા શ્રીકૃષ્ણ સાથે તેમના યદુવંશના દરેક વ્યક્તિની મોત.  જે મહાભારતના યુદ્ધના થોડાક દિવસો પછી જ જોવા મળ્યુ. આ નાશનુ કારણ હતુ એક શાપ જે એક મા દ્વારા પોતાના પુત્રોના મૃત્યુથી દુખી થઈને અપાયો હતો. એ કોઈ બીજુ નહી પણ ગાંધારી પોતે હતી. 
 
જાણો એવુ શુ થયુ અને કેવી રીતે થયુ 
 
મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે યુધિષ્ઠિરનુ રાજતિલક થઈ રહ્યુ હતુ ત્યારે કૌરવોની માતા ગાંધારીને મહાભારત યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષી ઠેરવતા શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે ઠીક એ જ રીતે યદુવંશનો પણ નાશ થશે.  ગાંધારીના શ્રાપથી વિનાશકાળ આવવાને કારણે શ્રીકૃષ્ણ દ્વારા પરત ફરીને યધુવંશીયોને લઈને પ્રયાસ ક્ષેત્રમાં આવી ગયા હતા.  યદુવંશી પોતાની સાથે અન્નભંડાર પણ લઈને આવ્યા હતા. 
 
કૃષ્ણએ બ્રાહ્મણોને અન્નદાન આપીને યદુવંશીઓને મૃત્યુની રાહ જોવાનો આદેશ આપ્યો હતો.  થોડા દિવસ પછી મહાભારત યુદ્ધની ચર્ચા કરતા સાત્યકિ અને કૃતવર્મામાં વિવાદ થઈ ગયો.  સાત્યકિએ ગુસ્સામાં આવીને કૃતવર્માનુ માથુ કાપી નાખ્યુ. તેનાથી તેમની અંદર પરસ્પર યુદ્ધ ભડકી ઉઠ્યુ અને તે સમૂહોમાં વિભાજીત થઈને એકબીજાનો સંહાર કરવા લાગ્યા. આ લડાઈમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદયુમ્ન અને મિત્ર સાત્યકિ સહિત બધા યદુવંશી માર્યા હતા. ફક્ત બબુ અને દારુક જ બચી ગયા હતા. 
 
યદુવંશના નાશ પછી કૃષ્ણના મોટાભાઈ બલરામ સમુદ્ર તટ પર બેસી ગયા અને એકાગ્રચિત્ત થઈને પરમાત્મામાં લીન થઈ ગયા. આ રીતે શેષનાગના અવતાર બલરામજીએ દેહ ત્યજી દીધો અને સ્વધામ પરત ફર્યા. \\
 
 


આ રીતે થયુ શ્રી કૃષ્ણની મૃત્યુ 
 
બલરામજી ના દેહ ત્યજી દીધા પછી એક દિવસ શ્રીકૃષ્ણજી પીપળના નીચે ધ્યાનની મુદ્રામા બેસી ગયા હતા.  ત્યારે એ ક્ષેત્રમાં એક જરા નામનો શિકારી આવ્યો હતો. તે  હરણનો શિકાર કરવા માંગતા હતા. જરાએ દૂરથી હરણના મુખ સમાન શ્રીકૃષ્ણના પગનુ તળિયુ જોયુ. 
 
શિકારીએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર જ તીર છોડ્યુ જે શ્રીકૃષ્ણના પગના તળિયે વાગ્યુ. જ્યારે તેઓ નિકટ ગયા તો તેમને જોયુ કે શ્રીકૃષ્ણના પગમાં એ તીર માર્યુ છે. ત્યારબાદ તેને ખૂબ પછતાવો થયો અને તે માફી માંગવા લાગ્યો. ત્યારે શ્રીકૃષ્ણએ શિકારીને કહ્યુ કે જરા તૂ ગભરાઈશ નહી. તે મારા મનનું કર્યુ. હવે તુ મારી આજ્ઞાથી સ્વર્ગલોકમાં જઈશ. 
 
શિકારીના ગયા પછી ત્યા શ્રીકૃષ્ણનો સારથી દારૂક પહોંચી ગયો. દારૂકને જોઈને શ્રીકૃષ્ણએ કહ્યુ કે તેઓ દ્વારકા જઈને બધાને આ બતાવે કે સમગ્ર યદુવંશનો નાશ થઈ ચુક્યો છે અને બલરામ સાથે કૃષ્ણ પણ સ્વધામ નીકળી ગયા છે. તેથી બધા લોકો દ્વારકા છોડી દો. કારણ કે આ નગરી હવે જળમગ્ન થવાની છે. 
 
મારી માતા, પિતા અને બધા પ્રિયજન ઈંદ્રપ્રસ્થ જતા રહે. આ સંદેશ લઈને દારૂક ત્યાથી નીકળી ગયો. ત્યારબાદ એ ક્ષેત્રમાં બધા દેવતા અને સ્વર્ગની અપ્સરાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ આવ્યા અને શ્રીકૃષ્ણની આરાધના કરી. આરાધના પછી શ્રીકૃષ્ણએ પોતાના નેત્ર બંધ કરી દીધા અને તેઓ સશરીર જ પોતાના ધામ પરત ફર્યા. 
 
શ્રીમદભગવદ મુજબ એવુ કહેવાય છે કે જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામના સ્વધામ ગમનની સૂચના તેમના પ્રિયજનો સુધી પહોંચી તો તેમને આ દુખથી પ્રાણ ત્યજી દીધા. દેવકી રોહિણી, વસુદેવ, બલરામજીની પત્નીઓ શ્રીકૃષ્ણની પટરાણીઓ વગેરે પણ શરીર ત્યજી દીધુ. ત્યારબાદ અર્જુને યદુવંશના નિમિત્ત પિંડદાન અને શ્રાદ્ધ વગેરે સંસ્કાર કર્યા.