ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. જન્માષ્ટમી વિશેષ
Written By વેબ દુનિયા|

વૃંદાવનધામ

W.D

વૃંદાવન ભગવાન કૃષ્ણનું એક પ્રિય સ્થળ છે. જ્યાં કાલીદહન છે જે જગ્યાએ ભગવાને કાલીય મર્દન કર્યું હતું. ત્યાં કાલીય મર્દન ઠાકુરજીના દર્શન થાય છે. આની પાસે યુગલઘાટ છે જ્યાં યુગલ કિશોરજીનું મંદિર છે. ત્યાર બાદ મનમોહનજીનું મંદિર છે આ મંદિર વૃંદાવનમાં સૌથી પ્રાચીન છે. બંગાળી શ્રી સનાતન ગોસ્વામીને શ્રી મદનમોહનજીની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી અને પછી એક રામદાસ નામના પંજાબી શેઠે આ મંદિરને બનાવડાવ્યું હતું જેની અંદર બીજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા મૂર્તિ ખુબ જ સુંદર છે અહીંયાની બધી જ વાતો વિલક્ષણ છે. સવારે 10 વાગ્યા પહેલાં અહીં ભગવાન ઉઠતાં નથી ત્યાર બાદ જ્યારે દર્શન માટે પડદો ખુલે પણ છે તો પાંચ પાંચ મિનિટે પાછો પડદો પડી જાય છે. વર્ષના એક જ દિવસે અક્ષય તૃતિયાના દિવસે ચરણદર્શન થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે જ બંસી અને મુગટ ધારણ કરે છે અને એક જ દિવસે શ્રાવણ સુદ 3ના દિવસે ઝુલે છે. મંદિરની અંદર ઘંટ કે ઘડિયાળ નથી વાગતાં. આમના અર્ચક ગુસાઈ સારસ્વત અને નિમ્બાર્ક સંપ્રદાયના છે જે સ્વામી હરિદાસના ભાઈ વંશના છે.

સ્વામી હરિદાસ પહોચેલા મહાત્મામાંથી છે જેમની કુટિર પર તાનસેનનો ચેલો બનીને અકબર બાદશાહ આવ્યો હતો. આની આગળ રાધાવલ્લભનું મંદિર છે. આ સ્વામી શ્રી હરિવંશજીના પૂજ્યદેવ છે. આમના ગુસાઈ ગૌડ બ્રાહ્મણ છે જે પોતાનો સ્વતંત્ર સાંપ્રદાય બતાવે છે. આની પાસે સેવા કુંજ છે જેમાં રંગમહેલ છે જેની અંદર રાધાકૃષ્ણ નિત્યવિહાર કરે છે. અહીંયા હજુ પણ ભગવાન નિત્ય રાસલીલા કરે છે આની અંદર રાત્રિના સમયે કોઈ જ રહી નથી શકતું. દિવસ દરમિયાન અહીંયા રહેનાર વાંદરાઓ પણ સાંજે પોતાની મેળે જ ત્યાંથી જતા રહે છે. જો કોઈ પણ તેની અંદર સંતાયેલ રહી જાય છે તો તે બીજે દિવસ મરેલુ મળે છે કાંતો પાગલ થઈ જાય છે. પાસે જ વિહારીલાલજી દ્વારા બનાવવામાં આવેલ સુંદર નાના રાધારમણજીનું મંદિર છે. આનાથી આગળ શ્રી કૃષ્ણચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયનું શ્રી રાધારમણનું મંદિર છે.

આનાથી આગળ રાસમંડલનો ચોક છે અને પછી આગળ કેશીઘાટ છે જ્યાં ભગવાને કેશી દાનવને માર્યો હતો. અહીંયા રાજા મહેન્દ્ર પ્રતાપ પ્રેમ વિદ્યાલય છે આની પાસે જ ધીરસમીર છે. આની આગળ દુર્વાસા ઋષિનું સ્થળ છે અને તેની આગળ વંશીવટ છે જેની નીચે ઉભા રહીને ભગવાન કૃષ્ણ વાંસડી વગાડતાં હતાં. અહીંયા શ્રી ઠાકુરજી અને ઠકુરાયણના ચરણચિન્હ છે. આની આગળ વજ્રનાભમાં પધરાવેલ ગોપેશ્વર મહાદેવનું મંદિર છે.

જે સમયે ભગવાને શરદપૂર્ણિમાના દિવસે મહારાસ કર્યો હતો તે સમયે ભગવાન મહાદેવ સ્વયં ગોપીનું રૂપ લઈને તેમની શોભાનાં દર્શન કરવા માટે પધાર્યા હતાં. તેમને જોતા જ ભગવાન તેમને ઓળખી ગયાં અને બોલ્યા આવો ગોપેશ્વરજી! તે દિવસથી ગોપેશ્વરના નામથી વિખ્યાત થઈને શીવજી અહીંયા જ રહી ગયાં. એવું કહેવાય છે કે વૃંદાવનમાં આમના દર્શન વિના યાત્રા સફળ થતી નથી.