ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By વેબ દુનિયા|

શ્રીકૃષ્ણ સ્મરણ

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે -

सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥

જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥

શ્રીકૃષ્ણના ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

पुंसां कलिकृतान्दोषान्द्रव्यदेशात्मसंभवान्‌।
सर्वान्हरित चित्तस्थो भगवान्पुरुषोत्तमः॥

ભગવાન પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ જ્યારે ચિત્તમાં વિરાજે છે, ત્યારે તેના પ્રભાવથી કળયુગના બધા પાપ અને દ્રવ્ય, દેશ અને આત્માના દોષ નષ્ટ થઈ જાય છે.

शय्यासनाटनालाप्रीडास्नानादिकर्मसु।
न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः॥

શ્રીકૃષ્ણને પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા, બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.

एनः पूर्वकृतं यत्तद्राजानः कृष्णवैरिणः।
जहुस्त्वन्ते तदात्मानः कीटः पेशस्कृतो यथा॥