શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (10:04 IST)

મહારાષ્ટ્ર પછી ઝારખંડમાં NDAમાં ફૂટ, LJP નુ એલાન 50 સીટો પર એકલી લડશે ચૂંટણી

મહારાષ્ટ્ર પછી હવે ભાજપા નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને ઝારખંડમાં ઝટકો લાગ્યો છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 50 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાનુ એલાન કર્યુ છે. સોમવારે ભાજપા અને આજસૂનુ ગઠબંધન તૂટી ગયુ હતુ. 
 
LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે અમારી પાર્ટીના રાજ્ય એકમએ નિર્ણય લીધો છે કે એલજેપી એકલા હાથે ઝારખંડમાં 5૦ બેઠકો પર લડશે. ચિરાગ પાસવાને કહ્યું છે કે આજે સાંજે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
 
પાસવાને સ્પષ્ટ કર્યુ કે લોજપા આ વખતે ટોકનના રૂપમાં અપાનારી સીટોનો સ્વીકાર નહી કરે. અમે ગઠબંધનના હેઠલ 6 સીટોની માંગ કરી હતી પણ આ બધી સીટો વિશે રવિવારે ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી ચુકી છે. 
 
ભાજપાએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે 52 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાસવાને થોડા દિવસ પહેલા સ્પષ્ટ કર્યુ હતુ કે લોજપા ઝારખંડ વિધાનસભા ચૂંટણી રાજગના નેતૃત્વમાં લડવુ પસંદ કરશે અને પાર્ટીના આ નિર્ણયથી રાજગને જાણ કરવામાં આવી છે.