શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 20 જૂન 2019 (18:15 IST)

ગુજરાતની છોકરીએ કરી કમાલ, એક સાથે પાસ કરી મોટી એંટ્રેસ એક્ઝામ

.  ઘણા બધા સ્ટુડેંટ્સ કૉમ્પિટિટિવ અને જુદા જુદા એંટ્રેસ પરીક્ષાઓમાં ભાગ લઈને પોતાના કેરિયરના માર્ગમાં આગળ વધે છે. અનેક લોકો વર્ષો સુધી આ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરે છે પ નિષ્ફળ રહે છે.  અનેક સ્ટુડેંટ્સ એવા હોય છે જે બોર્ડ પરીક્ષા આપતા જ રાહતનો શ્વાસ લે છે. પણ અનેક સ્ટુડેંટ્સ પોતાનુ કેરિયર સારુ બનાવવા માટે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે અને સફળતા મેળવીને એક સારો મુકામ મેળવે છે. આજે અમે એક આવી જ સ્ટુડેંટની વાત કરી રહ્યા છે જેને જીવનમાં એક સાથે ઘણી બધી એંટ્રેસ એક્ઝામ પાસ કરી છે. 
 
 
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં પાસ થવા માટે દિવસ રાત મહેનત કરે છે અને ઘણા પરેશાન થાય છે. તો બીજી બાજુ એક છોકરી એવી પણ છે જેણે ભારતની દરેક મોટી એંટ્રેસ એક્ઝામમાં સફળતા મેળવી છે. અમે વાત કરી રહ્યા છીએ સૂરતની રહેનારી સ્તુતિ ખંડવાલાની જેણે એક્સ આથે NEET, AIIMS, MBBS અને JEE (main) એક્ઝામમાં સફળતા મેળવીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. 
 
 
પરીક્ષાઓમાં મેળવી સારી રૈંક 
 
સ્તુતિએ આ પરીક્ષાઓમાં પાસ થવા ઉપરાંત સારી રૈંક પણ મેળવી છે. NEET 2019માં તેની ઓલ ઈંડિયા રૈંક 71 છે. AIIMSના ટેસ્ટમાં તેની ઓલ ઈંડિયા રૈક 10 છે. જે કોઈપણ હોશિયર વિદ્યાર્થી માટે પણ આ રીતે એક સાથે પરીક્ષામાં આટલી સારી રૈંક લાવવી ખૂબ વધુ મુશ્કેલ છે.  આ મોટી સફળતા મેળવ્યા પછી સ્તુતિને 90 ટકા સ્કોલરશિપની પણ ઓફર મળી છે. મીડિયાના મુજબ સ્તુતિએ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે.   એમઆઈટીથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા પછી સ્તુતિ રિસર્ચના ફિલ્ડમાં જવા માંગે છે.