મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જો તમારો મૂળાંક 2 છે તો તમે લાગણીશીલ છો

અંક જ્યોતિષ દ્વારા જાણો કેવા છો તમે ?

P.R

અંક જ્યોતિષ એક જાણીતી વિદ્યા છે. જેના દ્વારા વ્યક્તિત્વના ઘણા રહસ્યોને ઓળખી શકાય છે. જો તમારી જન્મતારીખનો સરવાળો બધા અંકો મળીને બે આવતો હોય જાણો કેવા છો તમે..

અંક - 2. અંક 2 સ્વસ્થ અને સંતુલિત પ્રકૃતિનો સૂચક છે અને આવી વ્યક્તિ પ્રસન્નાતા અને ઉદાસીની વચ્ચે ઝોલા ખાય છે.

P.R


2 મૂળાંકવાળા વ્યક્તિ દરેક પરિસ્થિતિને સહજતાથી લે છે. આવી વ્યક્તિ અસ્થિર વિચારોની હોવાને કારણે નિર્ણયાત્મક સ્થિતિમાં પહોંચવામા અસમર્થ રહે છે.

આવી વ્યક્તિ ક્યારેય શાંત ચિત્ત નથી રહી શકતી. આવી વ્યક્તિ ખુદને આગળ લાવવ માટે મીઠુ મરચું ઉમેરીને વાતો બતાવે છે. જો તેનો સહયોગી એક મૂલાંકનો હોય તો તે માટે આ અદ્દભૂત સલાહકાર સિદ્ધ થાય છે. મૂળાંક 1 અને 2ના વ્યક્તિ સૂર્ય અને ચદ્રમાં જેવા છે. એક અંધારુ દૂર કરે છે તો બે અંધારામાં ચમકે છે.


P.R

બે અંકના વ્યક્તિઓને વસ્તુ અને સ્થાન મુજબ ખુદને ઢાળવાની કોશિશ કરવી જોઈએ. તેમણે પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવાને બદલે પોતે પરિસ્થિતિ મુજબ ઢળવું જોઈએ.

આવી વ્યક્તિ વધારે પડતી દયાળુ હોય છે

જો કે તમે પોતે તમારી યોજનાઓ પર કાર્ય નથી કરી શકતા તેથી તમારે આવી વ્યક્તિઓની સાથે મળીને કામ કરવુ જોઈએ. જે તમારી યોજનાઓને મૂર્ત રૂપ આપી શકે.
P.R


2 અંકવાળી વ્યક્તિઓએ ભાવુકતા અને સંવેદનશીલતાથી બચવુ જોઈએ. આવી વ્યક્તિઓએ બીજાનુ અનુસરણ કરતા યોગ્ય અને વ્યવ્હારિક માંગ અપનાવવી જોઈએ. આ વ્યક્તિઓએ નાની-નાની વાતોની ચિંતા કરવાને બદલે મુખ્ય વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. નકામા તર્ક વિતર્કોથી બચીને પોતાનુ કામ શાંતિપૂર્વક કરવુ જોઈએ. બેદરકારી તેમને માટે નુકશાનદાયક છે.