શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ 2013 : આપણા બોલેલા શબ્દો જ આપણી કિમંત કરે છે !

P.R
આપણા જીવનમાં સમયનુ ખૂબ મહત્વ છે. સમયનો ઉપયોગ મનુષ્ય કેવી રીતે કરે છે તેના પર તેનુ વ્યક્તિત્વ આધાર રાખે છે. એકાદવાર આપણે પૈસા ઉધાર લઈએ અને તે પરત ન આપીએ તેને આપણે દગાબાજી કહીએ છીએ. આપેલી એપોઈંટમેંટ ન નિભાવીએ એ પણ એના જેવો કે એનાથી વધુ દગો કહેવાય. કારણ કે પૈસા ભલે મોડા આપીએ પણ આપી શકાય છે, પરંતુ એકવાર ગુમાવેલો સમય ક્યારેય આપણે પાછો મેળવી શકતા નથી. પાંચ વાગ્યે આવુ છુ એવુ આપણે કહીએ તો બરાબર પાંચ વાગ્યે હાજર રહેવુ જોઈએ. બે મિનિટનુ મોડુ પણ મોડુ જ કહેવાય છે.

નેતાને મોડુ થાય તો ધ્વજવંદન વખતે બિચારા બાળકો એક-એક, બે-બે કલાક ઉભા રહે છે. મુખ્યમંત્રી આવવાના હોય તો વ્યવસ્થા માટે પોલીસ બેહાલ થઈ જાય છે અને અચાનક મુખ્યમંત્રીનો કાર્યક્રમ બદલાય છે. ગાયક કલાકાર જેટલા વધુ પ્રખ્યાત હોય છે તેઓ તેટલી જ શ્રોતાઓને રાહ જોવડાવે છે. આ બધુ બદલવુ જોઈએ. નક્કી થયેલ દિવસે જો ડિલીવરી ન થાય તો વોલમાર્ટ જેવી કંપની આપેલ ઓર્ડર કેન્સલ કરી દે છે. સર્જન જો ઓપરેશનમાં મોડો આવે તો અમેરિકામાં રોગી તેને કોર્ટમાં ખેંચી શકે છે.

આપેલો સમય પાળવો તેનો મતલબ બોલેલા શબ્દો પાળવા અને આપણા શબ્દોની કિમંત એટલે જ આપણી પોતાની કિમંત.