ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

ધર્મ અને જ્યોતિષમાં મકર સંક્રાંતિનું મહત્વ

P.R
પુરાણો મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે એક મહિના માટે રહેવા જાય છે, કારણ કે મકરરાશિનો સ્વામી શનિ છે.

જો કે જ્યોતિષીય દ્રષ્ટિથી સૂર્ય અને શનિનો મેળાપ શક્યત નથી, પણ આ દિવસે સૂર્ય પોતે પોતાના પુત્રના ઘરે જાય છે. તેથી પુરાણોમાં આ દિવસ પિતા-પુત્રના સ6બંધોમાં નિકટતાની શરૂઆતના રૂપમાં જોવામાં આવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમણે બધા અસૂરોના મસ્તકને મદાર પર્વતમાં દબાવી દીધા હતા. તેથી આ દિવસ દુર્ગુણો અને નકારાત્મકતાનો અંત કરવાનો દિવસ પણ કહેવાય છે.

- એક અન્ય પુરાણ મુજબ ગંગાને ઘરતી પર લાવનારા મહરાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ. તેમનું તર્પણ સ્વીકાર કર્યા બાદ આ દિવસે ગંગા સમુદ્રમાં જઈને ભળી હતી.

તેથી મકરસંક્રાતિના રોજ ગંગા સાગરમાં મેળો ભરાય છે.