શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2014 (11:58 IST)

આ વર્ષે ફક્ત 90 દિવસ જ છે લગ્નના મુહુર્ત

.
P.R
વર્ષ 2014માં કુલ 90 દિવસ શહેનાઈ ગૂંજશે. જૂન મહિનામાં જ્યા સૌથી વધુ 17 દિવસ વિવાહ માટે શુભ છે તો બીજી બાજુ નવેમ્બર મહિનામાં માત્ર એક દિવસ જ વૈવાહિક સંજોગ છે. ગયા વર્ષ કરતા ઓછા મુહુર્ત હોવાને કારણે લોકોને વધુ ભાગદોડ કરવી પડશે. વર્ષ 2014માં વૈવાહિક આયોજન માટે માત્ર 90 દિવસનો જ સંયોગ બની રહ્યો છે. ગયા વર્ષે 126 દિવસનો સંયોગ હતો. જેના કરતા આ વર્ષે વૈવાહિક દિવસોના મુહુર્તની સંખ્યા ઘટી ગઈ છે. જેમા જાન્યુઆરીમાં 11 દિવસ, 18 જાન્યુઆરી, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28 જાન્યુઆરીના રોજ વૈવાહિક આયોજન થઈ શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં 3, 4, 8, 9, 10, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ શુભ મુહુર્ત આવી રહ્યા છે. આ રીતે ફેબ્રુઆરીમાં 16 દિવસ શહેનાઈ ગૂંજી શકે છે.

માર્ચ મહિનામાં 7 દિવસ લગ્નના શુભ મુહુર્ત છે. જેમા 2, 3, 4, 7, 8, 9 અને 14 માર્ચનો સમાવેશ છે. એપ્રિલ મહિનામાં વિવાહ માટે 9 દિવસ 16, 17, 18, 19, 20, 21, 22, 26 અને 27 એપ્રિલના રોજ વિવાહનો દિવસ નક્કી કરી શકે છે. મે મહિનામાં 15 દિવસ વિવાહ માટે શુભ છે. જેમા 1, 2, 7, 8, 10, 11, 13, 15, 17, 19, 23, 24, 25, 29 અને 30 મેના રોજ વૈવાહિક સમારંભનુ આયોજન કરી શકાય છે.

જૂન મહિનામાં સૌથી વધુ 17 દિવસ લગ્ન મુહુર્ત માટે ઉત્તમ છે. જેમા 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 19, 20, 21, 24, 25 અને 26 તારીખના રોજ ધૂમધામથી શહેનારી ગૂંજી શકે છે. જુલાઈ મહિનામાં 5 દિવસનો યોગ છે. જેમા 1, 2, 3, 4 અને 5 જુલાઈના રોજ વૈવાહિક આયોજન થઈ શકે છે.

નવેમ્બર મહિનામાં માત્ર એક દિવ્સ 30 નવેમ્બરના રોજ જ લગ્નના યોગ છે. જ્યારે કે અંતિમ મહિનો ડિસેમ્બરમાં 9 દિવસનો સંયોગ બની રહ્યો છે. જેમા 1, 2, 5, 6, 7, 12, 13, 14 અને 15 ડિસેમ્બરના રોજ શહેનાઈ ગૂંજી શકે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લગ્ન માટે કોઈ મુહુર્ત નથી.