શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (17:56 IST)

આવા લોકોના નસીબમાં એક નહી બે લગ્ન હોય છે ...

આવા લોકોના નસીબમાં એક નહી બે લગ્ન હોય છે ...

ઘણા લોકોના જીવનમાં એવી પરિસ્થિતિ બની જાય છે કે તેને બે લગ્ન કરવા જ પડે છે,જ્યારે ઘણા લોકો એવા જ પણ હોય છે જે પોતે જ  આવી પરિસ્થિતિ ઉભી કરી લે છે કે તેને બે લગ્ન કરવા પડે છે.  
 
પરંતુ સ્થિતિ પોતે બનાવે  કે નસીબ બનાવે પણ બે લગ્ન ત્યારે જ થાય છે જ્યારે ભગવાને તમારા હાથમાં બે લગ્નના યોગ બનાવીને તમને મોકલ્યા હોય.   તમે પણ આવી રેખાઓ ઓળખી શકો છો.  
 
વિવાહિત જીવન વધુ સારું હોય  
 
સમુદ્ર્શાસ્ત્રમાં જણાવ્યું છે કે હથેળીમાં સૌથી નાની આંગળી નીચે બુધ પર્વત હોય છે. આ બુધ પર્વતના અંતે થોડી આડી રેખાઓ હોય છે. આ રેખા લગ્ન રેખા કહેવામાં આવે છે. 
 
કોઈ પણ વ્યક્તિના પ્રેમ-પ્રસંગ અને વૈવાહિક જીવનનું આકલન આ રેખાની બનાવટ પર આધાર રાખે છે. આ રેખા સાફ અને અને સ્પષ્ટ હોય તો લગ્ન જીવન સારું રહે છે. 
 
વ્યક્તિના તેટલા જ પ્રેમ પ્રસંગ હોય છે. 
 
માનવું છે કે હથેળીમાં બુધ પર્વત પર જેટલી  આડી રેખાઓ હોય છે તે વ્યક્તિના તેટલા જ લવ અફેર હોઈ શકે છે. ઝાંખી અને અસ્પષ્ટ રેખાઓ આ કિસ્સાઓમાં નથી ગણવામાં આવતી. 
 
અહી જે રેખા સૌથી લાંબી રેખા અને સ્પષ્ટ હોય છે તેને  લગ્ન રેખા માનવામાં આવે છે. અન્ય રેખાઓને પ્રેમ-પ્રસંગ તરીકે ગણવામાં આવે છે. 
 
ત્યારે બીજો લગ્ન થાય  છે 
 
લગ્ન રેખા તૂટેલી કે કપાયેલી કાપી હોય તો , છૂટાછેડાની શક્યતા હોય  છે. આ સ્થિતિમાં  બીજા લગ્નની  શક્યતા રહે  છે. 
 
જો લગ્ન રેખા નીચેની તરફ ઢાળવાળી હોય તો વૈવાહિકજીવનમાં ઘણી મુશ્કેલી આવે છે. લગ્ન રેખા જો શરૂમાં બે લીટીઓમાં હોય તો તે વ્યક્તિના લગ્ન તૂટવાની  સંભાવના રહે છે . 
 
તેથી જ  તો આવા લોકોના બે  લગ્ન થાય છે. 
 
બુધ ક્ષેત્રમાં બે લગ્ન રેખા હોય અને ભાગ્ય રેખાથી નિકળી તેની એક લાઈન હૃદય રેખામાં મળી રહી હોય તો તે વ્યક્તિના બીજા લગ્ન થવાની શક્યતા રહે છે.