શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Updated : સોમવાર, 30 જૂન 2014 (18:12 IST)

માસિક રાશી ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારે માટે જુલાઈ મહિનો

મેષ - ઘરમાં શુભ કામ થશે.  આ મહિને તમે યોજનાપૂર્વક આગળ વધશો અને તેમા તમને લાભ પણ મળશે. ઘરમાં શુભ અને માંગલિક પ્રસંગ માટે તમે આયોજન કરશો. પરિસ્થિતિ તમારા કાબુમાં છે એવો તમને એહસાસ થશે. મનોરંજન સિનેમા રેડીમેડ કપડા ઘરેણા વગેરે સાથે સંકળાયેલા વેપારીઓ માટે સારી કમાણીની શક્યતા છે. આ સમયે તમે કોઈપણ પ્રકારનુ સાહસ કરવા તૈયાર રહેશો.  15 અને 16 તારીખે તમને લાભ અને યશ પ્રાપ્તિની તક મળશે. પણ 17 અને 18 તારીખ શુભ નથી. યાત્રા કે પ્રવ્વાસ ન કરો. નોકરી કરનારા જાતકોને ઉન્નતિ નવી જવાબદારી કે એ સંબંધિત તક પ્રાપ્ત થશે. પ્રમોશન સાથે કાર્યસ્થળમાં પરિવર્તન થવાની શક્યતા પણ છે. તમે પરિવર્તન સ્વીકાર કરો. મહિનાનાં અંતિમ ચરણમાં તમારા શબ્દો પર ધ્યાન આપો કારણ કે ગેરસમજ થવાની શક્યતા છે.  
 
 
વૃષભ - સારા સમાચાર મળશે - તમારે માટે શરૂઆતનો સમય સારો દેખાય રહ્યો છે. કામકાજમાં તમે નિર્ધારિત સફળતા મેળવશો. યાત્રા પ્રવાસનુ આયોજન કરશો. ભાઈ બંધુઓ તરફથી લાભ થશે અને તેમની તરફથી સારા સમાચાર મળશે.  તમે સારુ લેખન કાર્ય પણ કરશો. મહિલા વર્ગ સોના ઝવેરાત અને ઘરેણાની ખરીદારી કરશે. સંપત્તિ લેવા માટે શુભ સમય છે.  આ સમય તમારો આત્મવિશ્વાસ વધશે.  સ્વાસ્થ્ય બાબતે વધુ સાવધાની રાખો.  વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવુ પડશે.  વિદેશથી સંબંધિત વ્યવસાયિક રીતે જોડેલ જાતકોને અનુકૂળતા રહેશે. 
 
મિથુન - મહિનાના શરૂઆતનો સમય શુભ રહેશે.  તમે તમારી બોલીની મીઠાસથી તમારા કાર્ય પુરા કરી શકશો. તમારા ચોક્કસ કામ થવાથી આત્મવિશ્વાસ વધશે. વિવિધ ક્ષેત્રોમાં તમે તમારા કૌશલ દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશો. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પરથી કોઈપણ વ્યક્તિ સાથેની ખટાશ ટાળવાની છે કારણ કે તેઓ તમારા માર્ગમાં અવરોધ લાવી શકે છે. વિદ્યાર્થી વર્ગના નવા મિત્ર બનશે. નવા એસાઈમેંટ કે પ્રોજેક્ટ્સમાં કામ કરશો. વિપરિત લિંગ તરફ આકર્ષિત થશો.  સ્વાસ્થ્ય થોડુ નરમ ગરમ રહેશે.  કાર્યબોઝને કારણે ચોક્કસ સમયે કાર્ય પુર્ણ ન થવાથી બેચેની અનુભવશો. મહિનાના અંતમા તમારી સામાજીક પ્રતિષ્ઠ અને લોકસંપર્ક વધશે.  
 
કર્ક  - મોસમ સંબંધી બીમારી થઈ શકે છે. મહિનાના શરૂઆતમાં તમને સારી વસ્તુઓની પ્રાપ્તિ ખરીદી થશે. સારા સમાચાર મળવાની શક્યતા. સફળતા અને આવક માટે શુભ સંકેત મળશે.  સંતાન સંબંધિત કામ કરશો.  આધ્યાત્મિક કે માંગલિક કાર્યો માટે શુભ સમય છે. કોઈ વૃદ્ધની મુલાકાતથી તમારા ભાવિ આયોજનમાં સરળતા રહેશે અને તેનો લાભ પણ ભવિષ્યમાં મળશે. તમારી બેદરકારીથી મોસમ સંબંધી બીમારી થઈ શકે છે. કોર્ટ સંબંધી કાગળો બનાવવામાં સાવધ રહો. વિપરિત લિંગનો સાથ મળવાથી સેર સપાટા થવાની શક્યતા છે. મહિનાના અંતિમ ચરણમાં પારિવારિક મામલોમાં તમારુ ધ્યાન વધુ રહેશે. કાર્યક્ષેત્રના મુજબ જ તમારી અંદર સ્ફૂર્તિ અને તાજગી આવશે. 
 
 
સિંહ - ભાગ્ય સાથ આપશે. આ મહિનામાં તમારે બીજા પર વિશ્વાસ કરવાને બદલે આત્મ સૂઝ અને આત્મબળની સાથે આગળ વધવાનુ છે. મોટા કાર્ય પુરા કરવા માટે ભગ્ય સાથ આપશે. પણ ગૂંચવણની સ્થિતિ અનુભવી લોકોની સલાહ લો. તમને સામાજીક અને સામુહિક કાર્ય કરવાના છે. આ સમયે તમે ફક્ત બે જરૂરિયાતો પર કામ કરશો. પૈસા અને પરિવાર. તમારી પોતાની યોજનાઓ આશાઓ અને યોગ્ય સ્વરૂપ માં સાકાર કરવા માટે ધનનો વ્યય થશે. તમે તમારા કાર્યમાં સકારાત્મક અભિગમ રાખીને પ્રયત્ન કરશો એવુ લાગે છે.  તમારી અંદરનો કલાકાર જાગશે. અને સારુ પ્રદર્શન કરશો.  મહિનાના અંતિમ ચરણમાં દાન પુણ્ય. કર્મ ધર્મ ધ્યાન કરવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. 
 
કન્યા - મહિલા વર્ગને લાભ મળશે. વર્તમાન સમયમાં તમને કેટલાક નવા કાર્ય કરવાની ઈચ્છા થશે. નવી શોધ નવી કાર્યશૈલી અપનાવશો.નવા સ્થળની સેર કરવા જશો. નવા લોકોના સંપર્કમાં આવીને ભવિષ્યના મુઅજ્બ સંબંધ સ્થાપિત કરશો. એવા દરેક મામલા તમારા માટે ફોક્સમાં રહેશે.  બિઝનેસનો વિસ્તાર કરવા માટે વિચાર કરશો.  
જે વિચાર તમારા મગજમાં આવી જશે તમે તેનો અમલ કરવા માટે ઉતાવળા થશો. વિવિધ ક્ષેત્રમાં તમને યશ કીર્તિ અને લાભ મળશે. ખાસ કરીને સ્ત્રીઓ તરફથી લાભ મળશે. તમારી વૈચારિક સમૃદ્ધિ વધશે. વિલંબ કાર્યમાં તેજી આવશે. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધ રહો. ખાવા પીવા બાબતે ખાસ સાવધ રહેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો.  વિદેશ જવાની ઈચ્છા હોય તો સમય અનુકૂળ છે. અવિવાહિતોને યોગ્ય જીવનસાથી મળશે.  

 
તુલા - મહિનાની શરૂઆત સુખદ રહેશે. વ્યવસાયમાં સારો લાભ મળવાના સંકેત. વધુ આવક માટે નવા સ્ત્રોત ઉભા થશે. તમને વડીલો અને ગુરૂઓનો સાથ મળશે. વિવાહની ઈચ્છા રાખનારાઓને યોગ્ય જીવનસાથી મળશે. સરકાર અથવા સરકાર સંબંધી કાર્યોમાં લાબ. વિદ્યામાં પણ તમારી પ્રગતિ થશે. વ્યયસ્થાનમાં મંગળના ભ્રમણથી તમે વ્યવ્હારમાં ઉગ્રતા બોલીમાં કટુતા અવિચારી અને અસંયમિત વ્યવ્હારની શક્યતા છે. આવનારા સમયમાં ભૂમિ સંબધિત સકારાત્મક ઉપાય આવશે. તમે ખેલ કૂદમાં ભાગ લેશો. તમારી વિશ્લેષણ કરવાની ક્ષમતા સારી રહેશે. મહિનાના મધ્યમાં નકારાત્મકતા ઓછી થશે. ધાર્મિક વૃત્તિઓમાં પણ મન લાગશે. વિદ્યાર્થીઓને થોડી તકલીફ આવી શકે છે. કોર્ટ કચેરી બાબતે સાચવજો.  
 
 
વૃશ્ચિક - વધુ ખર્ચ થશે. આ મહિનો તમારે માટે શુભ ફળ આપનારો સાબિત થશે.  અવિવાહિત જાતકો માટે વિદેશથી માંગા આવશે એવી શક્યતા છે. આયાત નિકાસ કે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોઈપણ પ્રકારના વ્યવસાય કરનારા જાતકોને લાભ મળી શકે છે.  મનોરંજન અને સુખ શાંતિને તમે મહત્વ આપશો. તમે પ્રવાસ મુસાફરીને પુરો આનંદ લેશો. તમારા બિનજરૂરી ખર્ચ પર તમારા માટે તકલીફો ઉભી કરી શકે છે. દુર્ઘટના ઓપરેશનથી સાચવીને રહો. મહિનાના બીજા પખવાડિયામા નકારાત્મકતા ઓછી થશે.  વ્યવસાયિક બાબતે જુઓ તો ભાગીદારીમાં કામ કરનારા જાતકોનો વિસ્તાર કે વૃદ્ધિ માટે ભાગીદાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ શકે છે. 
 
 
 
ધન  - આ મહિનાની આર્થિક સફળતાઓ સારી રહેશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. ઉચ્ચાધિકારીઓ સાથે મનવાંછિત સહયોગ મળશે. મહિનામાં તમે અનેક સાહસિક નિર્ણય પણ લેશો. સાર્વજનિક રૂપે તમે સન્માનિત પણ થશો. યાત્રાઓની અધિકતા રહેશે. તે નાની મોટી બંને પ્રકારની હશે. આ સમય તમારા કાર્ય સ્થાન અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉતાવળમાં કરેલા કાર્યોમાં પ્રતિકૂળતા પણ જોવા મળશે. જમીન મકાનમાં કરેલ રોકાણ લાભદાયક રહેશે. માસના અંતિ મુશ્કેલીઓમાં વધારો થશે. ભાગદોડની અધિકતાથી સ્વાસ્થ્ય પર અસર પડશે. જાન્યુઆરી મહિનાની 11,13,23 અને 24 તારીખો શુભ નથી તેથી સાવધ રહેવુ.
 
 
મકર -  આ મહિનો કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ થશે. ધન લાભની સ્થિતિયો કાયમ રહેશે. સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. શત્રુપક્ષ તમને નુકશાન નહી પહોંચાડી શકે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. માતાના સ્વાસ્થ્યને કારણે ચિંતા રહેશે. વધુ ભાગદોડ ભરેલો મહિનો રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્યોનુ આયોજન થશે. નાના નાના વ્યવસાયિક નિર્ણય આગળ જતા લાભપ્રદ સાબિત થશે. આગળ જતા કાર્ય સામે સંપન્નતાની ગતિ એકદમ ધીમી રહેશે. છતા પણ સફળતાની ટકાવારી સારી રહેશે. શરદી, શ્વાસની તકલીફોમાંથી પસાર થવુ પડશે. અન્ય સામાન્ય રીતે ઠીક રહેશે. જાન્યુઆરી મહિનાની 4,15, 19 અને 22 તારીખો શુભ નથી તેથી સાવધ રહેવુ. તમે ગણેશજીની આરાધના કરો અને ૐ ગં ગણપતયે નમ:નો નિત્ય જાપ કરો.
 
 
કુંભ - મિત્રો આ મહિનો આપના માટે મિશ્ર ફળદાયી કહી શકાય. એક તરફ આપ આર્થિક રીતે સમૃદ્ધિ પામશો તો સામે પક્ષે આપના ભોગ વિલાસ અને મનોરંજન પાછળના બિનજરૂરી ખર્ચ વધી જવાથી સરવાળે સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. શક્ય હોય ત્યાં સુધી આપ આ સમયમાં બચત પર ધ્યાન આપજો જેથી આર્થિક ભાવી સુરક્ષિત કરી શકો. આપ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે ઉત્સુક રહેશો જેના કારણે આપનું વાંચન વધશે. આપ સાહસિક કાર્યો કરવા માટે પણ આગળ આવશો. રોમાંચક પ્રવાસની શક્યતા પણ નકારી શકાય નહીં. વિદ્વતા અને કળા કૌશલ્યના જોરે આપ આર્થિક ઉપાર્જન અને પ્રગતી કરી શકશો પરંતુ તેમાં અવરોધો અને સંઘર્ષ માટે તૈયારી રાખવી પડશે. આપનામાં ધર્મપરાયણતા સારી રહેશે. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં થોડી મહેનત કરવી પડે અથવા અભ્યાસ સંબંધિત કાર્યોમાં આપે સંઘર્ષનો સામનો કરવો પડે.
 
મીન -  આ મહિને વિવિધ સમારંભમાં જવાનું આપની પ્રાથમિકતાએ રહેશે જે પારિવારિક અથવા પ્રોફેશનલ કોઈપણ પ્રકારના સમારંભ હોઈ શકે છે. આપની જાહેર પ્રતિષ્ઠા અને લોકસંપર્કોમાં વધારો થશે. કર્ક રાશિમાં ગુરુના આગમનના પ્રભાવ હેઠળ આવનાર મહિનાઓમાં આપનામાં ધાર્મિકતાનું પ્રમાણ વિશેષ રહેશે. સંત્સંગ, ધાર્મિક વાંચન, પૂજા-પાઠ, જનસેવા જેવી પ્રવૃત્તિઓમાં આપ વ્યસ્ત રહેશો. સંતાનો સંબંધિત કાર્યો હવે ઉકેલાતા જાય. સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ પ્રબળ થાય છે. યુવા જાતકોના પ્રેમસંબંધો ખીલી ઉઠશે. દાંપત્યજીવન સુખ મામલે પણ સારો સમય છે. આપના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરશે. વિદ્યાર્થીવર્ગને કંઈક નવું શીખવા માટે ઉત્તમ સમય છે. રોકાણકારોને શેરબજાર સહિત કોઈપણ પ્રકારના રોકાણમાં ગણતરીપૂર્વક આગળ વધીને સારી કમાણી કરી શકે છે. આ સમય દરમિયાન આપની પાસે બધુ જ હોવા છતાં આપને સંતોષ નહીં થાય.