શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By વેબ દુનિયા|

વાર્ષિક ભવિષ્યફળ 2014 : કેવુ રહેશે મકર રાશિવાળા માટે વર્ષ 2014

વાર્ષિક રાશિફળ 2014

P.R
મકર રાશિવાળા જાતકો ઉદાર અને બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. શરૂઆતમાં તેઓ સંકોચી હોય છે. ખુદને પરિસ્થિતિઓ મુજબ ઢાળી લે છે. પરિશ્રમી હોય છે, પણ મનવાંછિત પરિણામ મેળવવા માટે સમય લાગે છે.

પરિવાર : પારિવારિક બાબતોમાં આ વર્ષ મિશ્રિત ફળદાયક રહેશે. વર્ષના પ્રથમ ભાગમાં કેતુ અને બૃહસ્પતિ બંને ગોચર અનુકૂળ ન હોવાને કારણે ઘરેલુ અને પારિવારિક જીવનમાં કેટલીક વિસંગતિઓ રહી શકે છે. વિવાદ કરવાથી બચો. વર્ષના બીજા ભાગમાં પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના પણ યોગ બનશે. નિકટ સંબંધી વિશે કંઈક સારા સમાચાર મળી શકે છે. મિત્રો અને હિતેચ્છુઓ તરફથી સહયોગ મળશે.


સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સાધારણ રહેશે. શારીરિક ઉર્જા ક્ષીણ થશે. ઉદર વિકાર પરેશાન કરી શકે છે. ખાન પાન પર સંયમ રાખવો યોગ્ય રહેશે. પણ વર્ષનો બીજા ભાગ અનુકૂળતાવાળો રહેશે. મોસમી બીમારીઓને છોડીને કોઈ વિશેષ બીમારી થવાના યોગ નથી.

પ્રેમ : પ્રેમ પ્રસંગો માટે વર્ષનો પહેલો ભાગ વધુ અનુકૂળ નથી. પ્રેમ પ્રસંગો બાબતે સાવધાનીથી કામ લો. સંબંધોમાં દરાર આવી શકે છે. પણ વર્ષના બીજા ભાગમાં યોગ્ય ફળ મળશે. પ્રેમ પ્રગાઢ થશે. વિવાહ યોગ્ય જાતકો માટે વિવાહ પ્રસ્તાવ આ આવશે.


કાર્યક્ષેત્ર રોજગાર : બૃહસ્પતિને ગોચર અનુકૂળ ન હોવાને કારણે પરિણામ મોડા પ્રાપ્ત થશે. નોકરિયાત લોકો માટે સમય ઉત્તમ છે. પ્રમોશનની શક્યતા છે. વ્યવસાયી નવા ઉદ્યમ શરૂ કરશે. વેપારમાં સારો લાભ મળશે, પણ ઘણા કામો એકસાથે કરવાની ટેવથી બચવુ પડશે.

ધન સંપત્તિ - આર્થિક બાબતો માટે વર્ષ સારુ છે. પૈસાને લઈને મુશ્કેલી નહી પડે. જોકે ધન માટે ખૂબ મહેનત કરવી પડશે. વેપાર વ્યવસાયના માધ્યમથી ધન પ્રાપ્ત કરી શકશો. આવકમાં વધારો થવાના પ્રબળ યોગ્ય બનેલા છે. પણ કોઈ મોટા રોકાણના બાબતે સાવધાની રાખજો.

વિદ્યા : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેશે. જો કે વર્ષના પહેલા ભાગમાં થોડીક મુશ્કેલીઓ રહેશે. પ્રતિયોગી પરિક્ષાઓમાં સફળતા મળશે. કોઈ ભાષા વિશેષને સીખવા માટે સમય ઉત્તમ છે. વિદેશમાં અભ્યાસ કરનારાઓ માટે પણ સમય શુભ રહેશે.