શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 20 મે 2015 (18:13 IST)

આંકડાના આ 3 ઉપાયથી દૂર થઈ શકે છે ખરાબ સમય

શિવજીની પૂજામાં આંકડાના ફૂલનું  ખાસ મહ્ત્વ છે. આંકડા , એક ઝેરીલો  છોડ છે. શાસ્ત્રોમાં આ છોડનું  ઘણું  મહત્વ જણાવ્યુ  છે. આંકડાના ઝાડ એવુ  છે જેના અમે ઘણા ધાર્મિક લાભ મેળવી શકાય  છે. આપણાઘર કે ઘરની આસપાસ આ છોડ હોય તો ખૂબ ફાયદાકારી હોય છે. આ છોડને આંક કે મદાર પણ કહે છે. સામાન્યત: આ છોડ જંગલોમાં સરળતાથી ઉગી જાય છે. આજકાલ તો શહરોમાં પણ સરળતાથી જોઈ શકાય છે .જ્યાં ખાલી  જમીન હોય છે ત્યાં આ છોડ ઉગી જાય છે. અહીં જાણો આ 3 ઉપાય જેના દ્રારા તમે તમારો ખરાબ સમય દૂર કરી શકો છો. 


માન્યતા છે કે એનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. 
પહેલો  ઉપાય - આંકડાના છોડની એક મૂળનો  નાનો  ટુકડા ગળામાં તાવીજના રૂપે ધારણ કરી લો. તાવીજ માટે કાળા દોરાનો  પ્રયોગ કરો. બજારમાં આવા તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડ નાખી ધારણ કરવા જોઈએ. ધારણ કરતા પહેલા જડનું  પૂજન કરવું  જોઈએ. 
 
આ છોડની જડ ગણેશજીની આકૃતિ બની જાય છે.જેને શ્વેતાર્ક ગણેશ કહેવાય છે. આથી જડના પૂજન કરતા સમયે શ્રીગણેશનું  ધ્યાન કરવુ જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓથી આપણા શરીરની રક્ષા થાય છે.

 
બીજો ઉપાય- જો કોઈ માણસ કોઈ રોગથી પરેશાન છે તો એ રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા  અને અરણ્ય ( એક છોડ)ની જડ  નિમંત્રણ આપીને તોડી લે . જડ તોડતા પહેલા જડને આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. એના પછી એ જડને ગંગાજળથી ધોઈને અને સિંદૂર વગેરેથી પૂજન કરો . પૂજનના સમયે શ્રી ગણેશાય નમ: મંત્રના જાપ 108 વાર કરો. 
 
પૂજન થયા પછી રોગીના ઉપરથી આ જડ  સાત વાર પગથી માથા સુધી ફેરવીને સાંજે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈને જમીનમાં દાટી દો. આ ઉપાય સાથે દવાઓ અને ડોક્ટરની સલાહ પર પણ ધ્યાન આપો. આ ઉપાયથી રોગીને લાભ મળી શકે છે. 
 
ત્રીજો ઉપાય - શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી બધી મનોકામનાઓ પુર્ણ થાય છે. અને અક્ષય પુર્ણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી રોજ શિવલિંગ પર આંકડાના ફૂલ ચઢાવીને પૂજા કરો. આંકડાના છોડ મુખ્યદ્વાર કે ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે.  તેના ફૂલ સામાન્ય રીતે સફેદ હોય છે. વિદ્યાનો મુજબ કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થાય છે જે સાધકને ચમત્કારી લાભ આપે છે.