માસિક રાશિફળ ડિસેમ્બર 2015 - જાણો કેવો રહેશે વર્ષનો છેલ્લો મહિનો તમારે માટે

Last Updated: સોમવાર, 30 નવેમ્બર 2015 (17:50 IST)
મિથુન રાશિ - આ મહિનાના પૂર્વાર્ધ કેટલીક દુવિદ્યાઓ અને ફેરબદલમાં ધન ખર્ચ કરાવશે. પહેલા અને બીજા અઠવાડિયા દરમિયાન પરિસ્થિતિયો નિયંત્રણમાં નહી રહે. શારીરિક કષ્ટથી ખિન્નતા રહેશે. અને કામ ધંધામાં અરુચિ ઉભી થશે. મહિનાના ત્રીજા અઠવાડિયાથી ગોચર પરિવર્તનકરી છે. અચાનક કોઈ નુકશાન થવાનો ભય છે. કોઈ અશુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ રોગી હોવાથી મન પરેશાન રહેશે. 15 તારીખ પછી ધન લાભનો યોગ. વેપારની સ્થિતિ સામાન્ય થતી જશે. આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલ વિવાદ ખતમ થશે. લાભ માર્ગ પ્રશસ્ત થશે. વિદ્વાન અને ગુણીજનો સાથે સંપર્ક થશે. આ દરમિયાન કોઈ વરિષ્ઠ સભ્યના સહયોગથી આર્થિક કાર્યોની પુષ્ઠભૂમિ તૈયાર થશે. મેળા કે ઉત્સવ વગેરેમાં સમ્મિલિત થશે. વેપારમાં વૃદ્ધિ થશે. વિચારશક્તિ અને કલ્પનાશક્તિ વધવાની શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. અને કાર્યમાં સફળતા મળશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજીક અને વ્યવ્હારિક કાર્યોમાં અતિ વ્યસ્ત રહેશે. પરિવાર સાથે તમે હરવા ફરવા જશો મોજમસ્તી અને સારી ખરીદીની શક્યતા છે. આવકમાં કમી આવશે.  બચાવ માટે તલનુ તેલ એક ચમચી ભરીને જમીન પર રેડો. મોટા ભાઈની સેવા કરો. પન્ના પહેરો.  
 
કર્ક રાશિ - આ મહિનામાં માન-સન્માન અને વર્ચસ્વ વધશે. ધન લાભના સાધન બનશે. કોઈ બગડેલુ કાર્ય પણ થઈ શકે છે. કેસ જીતી જશો. વિદ્યાર્થી વર્ગને હરિફાઈમાં પુરસ્કાર મળશે. જો કોઈ પ્રોપર્ટી સંબંધી વિવાદ છે તો તે ઉકેલાશે. મિત્રો કે કેટલાક સજ્જન લોક્કોના સહયોગથી તમરા જૂના વિવાદ ઉકેલાશે. કોઈ પરીક્ષા કે હરીફાઈમાં સફળતા મળશે. કોઈ ઓફિશલ ટુર પર જશો તો તેમા સફળતા મળશે.  જો તમે કલા કે મનોરંજન વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તેના આગળ જઈને ખૂબ ફાયદો થશે. તમારો પરિવાર દરેક કામમાં મદદ કરશે. સામાજીક સ્તર પર પણ તમને સહયોગ મળશે. સરકારી કામકાજોથી બચો. આ મહિનામાં શરૂઆતી દોરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. અજ્ઞાત ભય પરેશાન કરશે કે અંદરથી ગભરાટ થશે. પણ ચિતા ન કરશો. કારણ કે સમસ્યા ઓછા સમય માટે છે. આ મહિને વેપાર નોકરી રાજનીતિ પિતા પર વિપરિત અસરથી બચવા માટે સરસવના તેલ કે તલના તેલને જમીન પર રેડો. મોતી સાથે પુખરાજ પહેરો. 


આ પણ વાંચો :